કાર્યવાહી:હાપા નજીક મહાપાલિકાની જગ્યામાંથી ઝૂંપડા દૂર કરાયા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે બાંધકામ દૂર કરી ઘરવખરી જપ્ત કરવામાં આવી
  • પાર્કિંગ ઝોન માટેની જગ્યામાં અનઅધિકૃત બાંધકામ કરાયું હતું

જામનગરમાં હાપા નજીક મહાનગરપાલિકાની જગ્યામાં બનેલા ઝૂંપડા એસ્ટેટ શાખાએ દૂર કર્યા હતાં. પાર્કિંગ ઝોનમાં થયેલું ગેરકાયદે બાંધકામ દૂર કરી ઘરવખરી જપ્ત કરવામાં આવી હતી. જામનગરમાં હાપા નજીક સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ ગુરૂવારે મહાનગરપાલિકા દ્વારા દૂર કરી જગ્યા ખાલી કરાવાઈ હતી.

જામનગરમાં હાપા નજીક મહાનગરપાલિકાની પાર્કિંગ ઝોન માટેની જગ્યામાં પાંચેક ઝુંપડાનું ગેરકાયદે દબાણ ઊભું કરી લેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા આ ઝુંપડાધારકોને સૂચના આપી જગ્યા ખાલી કરી આપવા જણાવી દેવાયું હતું. આમ છતાં જગ્યા ખાલી કરવામાં આવી ન હતી. આથી એસ્ટેટ શાખાની ટૂકડી દ્વારા ગુરૂવારે તમામ પાંચ ઝુંપડા તોડી પાડી કેટલોક માલસામાન જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...