તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ડાયાબિટીસ, કોવિડના ગંભીર દર્દીઓને મ્યુકરમાયકોસિસ થવાની શક્યતાઓ વધુ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરમાયકોસિસ રોગમાં તાત્કાલિક સારવારથી ગંભીર નુકસાનથી બચી શકાય છે

કોવિડની સાથે જામનગર સહિત રાજયભરમાં મ્યુકરમાયકોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જી. જી.ના ઇએનટી વિભાગના ડો.નિરલ મોદીએ જણાવ્યું હતું કે, મ્યુકરમાયકોસિસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું પ્રાથમિક લક્ષણો છે. ડાયાબિટીસ, કોવિડના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકરમાયકોસિસ થવાની શક્યતાઓ વધી જાય છે.

ત્યારે તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકરમાયકોસિસ થતા નુકસાનથી બચી શકાય છે. કારણ કે આ રોગ આંખ, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. હોસ્પિટલના આંખ વિભાગમાં સેવા આપતા ડો. રાધાએ જણાવ્યું હતું કે, કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકરમાયકોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો દર્દી તુરંત સારવાર લે તો રોગથી થતા નુકસાનથી બચી શકે છે.

ગંભીર રોગને અટકાવવા સુગર સંતુલીત રાખવું, ઇન્સ્યુલીનનો ઉપયોગ કરવો
મ્યુકોર્માયકોસિસને અટકાવવા અંગે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે, આ રોગથી બચવા સુગરને સંતુલીત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી, બિમારીના લક્ષણો જણાયે તુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજ જી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન કન્ટ્રોલ ટીમ સતત કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...