તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જામનગરમાં આકરા તાપના મંડાણ, પારો 37.5 ડિગ્રી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુર્યના આકરા મિજાજથી અંગ દઝાડતો તાપ
 • ભેજ ઘટતા ઉકળાટ-બફારાથી આંશિક રાહત

જામનગરમાં હોળી પર્વ સાથે શિયાળાની પણવિધિવત વિદાય સાથે સુર્યનારાયણ ઘીરેઘીરે આગવો મિજાજ ધારણ કરતા આકરા તાપના મંડાણ થયા છે.જામનગરમાં મહતમ તાપમાન વધુ એક ડિગ્રી વધી 37.5 પર પહોચી જતા મૌસમની સૌથી વધુ ગરમીનો અહેસાસ નગરજનોએ કર્યો હતો.બપોરે શહેરીજનોએ અંગ દઝાડતા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો.

જામનગરમાં છેલ્લા દોઢ સપ્તાહથી ક્રમશ: ઘટાડા સાથે ઠંડી પણ મહદઅંશે ગાયબ બની હતી.જેની સાથે જ ઉનાળાએ પગરવના સંકેત આપતા દિવસનુ તાપમાન હવે ક્રમશ: ઉંચકાઇ રહયુ છે અને મહતમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી પર પહોચી જતા મૌસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ બન્યો હતો.મધ્યાહન સાથે જ સુર્યનારાયણે આગવો મિજાજ ધારણ કરતા તિવ્ર ગરમી સાથે અંગ દઝાડતા તાપનો અનુભવ રાહદારીઓ અને વાહનચાલકોએ કર્યો હતો. જામનગરમાં લાંબા સમય બાદ ભેજનુ પ્રમાણ ઘટીને 56 ટકા રહયુ હતુ તો પવનની ઝડપ પણ આંશિક ઘટી હતી જોકે,બપોરે પવનના કારણે વાહનચાલકોએ લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો.ઉનાળો શરૂ થતા જ શેરડીનો રસ,ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં ઘીરે ઘીરે ભીડ જામી રહી છે.બીજી બાજુ ઉનાળાના આગમન સાથે આકરો તાપ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો