તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્તુત્ય કાર્ય:જામનગર નજીક હરિદ્રા ગણપતિ મંદિરે ભૂખ્યાને ભોજન કરાવવા ચાલતો સેવાયજ્ઞ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં અનેક લોકો માટે આશીર્વાદરૂપ બનેલા અન્નક્ષેત્રને એક વર્ષ પૂર્ણ

જામનગર તાલુકાના વીજરખી ગામ પાસે કંકુનગરમાં આવેલા હરિદ્રા ગણપતિ મંદિરે ગત વર્ષે તા.21 ફેબ્રુઆરીના મહાશિવરાત્રીથી ભૂખ્યાને ભોજન કરાવવા માટે શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં ભાવિકોના સહકારથી અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારનાર અન્નક્ષેત્ર આવી જ રીતે ચાલતું રહે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.

ગત મહા શિવરાત્રીના દિવસે હરિદ્રા ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોનાના કારણે માર્ચ માસથી લોકડાઉન આવતા વાડી વિસ્તાર, ભરડીયા, ખાણ વિસ્તાર, ઈંટો પકવનાર લોકો મુશ્કેલીમાં મૂકાતા તેઓને વાહન મારફત ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાવિકો અને સદગૃહસ્થોનો સહયોગ મળતા આ પ્રવૃત્તિ વેગવંત બની હતી.

દરેડ ઉદ્યોગનગરમાં ગેટ નં.-1 પાસેના વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં ભૂખ્યા બાળકોને મારૂતિ વેન મારફતે દિવસના બપોરના 12 કલાકે એકવખત નિઃશુલ્ક ભોજન આપવાનું ચાલુ કરાયું છે. જેમાં વઘારેલ ભાત, ખીચડી, પુરી-શાક, ખીર પુરી, મોહનથાળ સેવ, બુંદી ગાંઠીયા, લાડુ સેવ, બ્રેડ, ટોસ, બિસ્કીટ સહિતના ખાદ્ય પદાર્થો આપેલ. જેમાં રોજ 150 થી 200 બાળકોને ભોજન અપાય છે. ઉપરાંત મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ આ અન્નક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે. અન્નક્ષેત્ર ધીમે ધીમે વટવૃક્ષ બની રહ્યું છે.

ઉદ્યોગનગરના મજૂરોને ટોકન ચાર્જે ભોજનનો ઉદેશ
આગામી દિવસોમાં હરિદ્રા ગણપતિ મંદિરે ચાલતા આગામી દિવસોમાં અન્નક્ષેત્રના માધ્યમથી જામનગરના ઉદ્યોગનગરમાં જે મજૂરોને બપોરે ટીફીન લાવવામાં અગવડ હોય તેઓ ઓછપ કે નાનપ ન અનુભવે તે માટે રૂ.10 ટોકન ચાર્જ લઈ દાળ-ભાત, કઢી-ભાત, ખીચડી શાક, પુરી-શાક વગેરે પૂરા પાડવાના ઉદેશ સાથે આ માટેની કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો