પ્રજાલક્ષી યોજનાઓ:કાલાવડ તાલુકાના વિવિધ ગામોમાં આજથી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 6 માસ સુધી દર માસના બીજા શનિવારે કાર્યક્રમ યોજાશે

રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક/ કક્ષાએ જ ઝડપથી થઇ શકે તથા પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે સરકારના સામાન્ય વહીવટ વિભાગની સુચના અનુસાર તા.30 સપ્ટેમ્બર 2022 સુધીના 6 માસના સમયગાળા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ(ગ્રામ્ય) અંતર્ગત સમગ્ર કાલાવડ તાલુકમાં દર માસના બીજા શનિવારે કલસ્ટરના 6 સ્થળોએ કુલ 6 સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.14 મેના નવાગામ પ્રાથમિક શાળામાં, તા.11 જુનના અરલા પ્રાથમિક શાળામાં, તા.9 જુલાઇના ખરેડી પ્રાથમિક શાળામાં, તા.13 ઓગસ્ટના નિકાવા હાઈસ્કુલમાં, તા.10 સપ્ટેમ્બરના ખંઢેરા સરકારી હાઈસ્કુલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવામાં આવશે. કાર્યક્રમમાં સવારના 9 થી 11 દરમિયાન અરજદારોની અરજીઓ/રજૂઆત અને તેના પુરાવાઓ મેળવવામાં આવશે તેમજ 11 થી 2 દરમિયાન સ્થળ પર કાગળોની ચકાસણી/તપાસણી વગરે કરી બપોરના 3 થી 5 વાગ્યા સુધી અરજદારે કરેલ રજૂઆતના નિકાલની જાણ અરજદારને કરવામાં આવશે.

​​​​​​​કાર્યક્રમમાં આવક, જન્મ મરણ, લગ્ન પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા ઘરેલુ નવા વિજળી જોડાણ માટેની અરજીઓ અને પી.એમ.જે. માં યોજનાની અરજીઓ, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બી.પી.ની ચકાસણી વગેરે લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે તેમ મામલતદાર કાલાવડ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...