માર્કેટ યાર્ડ:હાપા યાર્ડમાં તલના રૂ.1800-2300 બોલાયા, 1123 ગુણી આવક

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંની 3072, મગફળીની 3003, અજમાની 1377, ધાણાની 2024 ગુણીની આવક, 642 ખેડૂત આવતા 40762 મણ જણસ આવી

માર્કેટ યાર્ડમાં હરાજીમાં 20 કીલો તલના રૂ.1800 થી 2300 બોલાયા હતાં અને 1123 ગુણીની આવક થઇ હતી. સાથે સાથે ધઉંની 3072, મગફળીની 3003, અજમાની 1377, ધાણાની 2024 ગુણીની આવક થઇ હતી. 642 ખેડૂત આવતા 40762 મણ જણસની આવક નોંધાઇ હતી. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ઓછી આવક ધરાવતી જણસોને રજીસ્ટ્રેશનમાંથી મુકિત આપવામાં આવ્યા બાદ યાર્ડમાં જણસોની ધૂમ આવક શરૂ થઇ છે. શુક્રવારે યાર્ડમાં હરાજીમાં કાળા તલના 20 કીલોના ભાવ રૂ.1800 થી 2300 બોલાયા હતાં. જેની સામે 1123 ગુણી તલની આવક થઇ હતી. તદઉપરાંત ધઉંની 3072, જીણી-જાડી મગફળીની 3003, લસણની 892, કપાસ 1094, અજમાની 1377, ધાણાની 2024 ગુણીની આવક થઇ હતી. શુક્રવારે 642 ખેડૂત આવતા 40762 મણ જણસની આવક થઇ હતી.

રાત્રે પણ જણસોની આવકથી યાર્ડમાં ધમધમાટ
જામનગર માર્કેટીંગ યાર્ડમાં ઓછી આવક ધરાવતી જણસોને રજીસ્ટ્રેશનમાંથી મુકિત આપવામાં આવી છે. જો કે, આ જણસો ઉતારવાની કામગીરી માટે રાત્રીનો સમય નકકી કરાયો છે. આથી યાર્ડમાં રાત્રીના પણ જણસોની આવક અને ઉતારવાની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

મગ, તુવેર, ચોળી, કપાસ, લસણની નોંધપાત્ર આવક
જામનગર યાર્ડમાં શુક્રવારે 20 કીલો મગના રૂ.900-1290 ભાવ સાથે 357 ગુણી, તુવેરના રૂ.600-980 ભાવ સાથે 279, ચોળીના રૂ.600-1155 ભાવ સાથે 121, કપાસના રૂ.625-900 ભાવ સાથે 1094, લસણના રૂ.550-1090 ભાવ સાથે 892 ગુણીની નોંધપાત્ર આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...