તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કાેવિડ હોસ્પિટલ સહિતના પોઇન્ટ પર નાસ્તા સહિતની સેવાનું કાર્ય

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદેશ ગ્રુપ દ્વારા રાત્રિના ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા પૂરી પડાઈ છે

જામનગરરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ કહેર વચ્ચે શહેરના અનેક સેવાભાવી સંસ્થાઓ, જુદા-જુદા સમાજ અને યુવાનો દ્વારા આવા કોરોનામાં દાખલ દર્દીઓના સગા-સ્નેહીઓ માટે અનેરી સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેરના પંચેશ્વર ટાવર પાસેના આદેશ ગ્રુપ દ્વારા દર્દીઓના સગા-સ્નેહીઓ માટે એક અનેરી સેવા શરૂ કરી છે. ં ચા-નાસ્તા, પાણી સહિતની સુવિધાઓ શરૂ કરાઇ છે અને આ સેવાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને દર્દીના સગાઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે.

શહેરના પંચેશ્વર ટાવર પાસેના આદેશ ગ્રુપના 35 જેટલા યુવાનો દ્વારા શ્રીમાળીની વાડીમાં છેલ્લા 10 દિવસથી રસોડું ઉભુ કરી રોજ જુદા-જુદા નાસ્તા બનાવી રાત્રીના સમયે જી.જી. હોસ્પિટલ અને શહેરમાં આવેલ જુદી-જુદી ખાનગી કોવિડ હોસ્પિટલો વિસ્તારોમાં દર્દીઓના સગા-સ્નેહીઓ તથા ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી જવાનો માટે ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જી.જી હોસ્પિટલ વિસ્તારમાં રાત્રીના કફર્યુ હોવાથી દર્દીઓના સગા-સ્નેહીઓને નાસ્તા, પાણી અને ચાની સુવિધા પુરી પાડવા માટે રાત્રીન 11.30 થી 2 સુધી આ ગ્રુપ દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે. આ કાર્યમાં નિલેશભાઇ ઓઝા, વિપુલભાઇ સોલંકી, જીતુભાઇ વારા, રૂપેશ કેવલીયા સહિતના યુવાનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...