સેવા કેમ્પ:ફલ્લા ગામે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

ફલ્લા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના ફ્લ્લા ગામે આવેલા આશાપુરા માતાજી તથા વાછરાડાડા સ્થાનકે આશાપુરા યુવક ગરબી મંડળ અને વાછરા ડાડા સેવા મંડળ દ્વારા કચ્છ માતાના મઢે જતા પગપાળા શ્રધ્ધાળુઓ માટે પાંચ દિવસ સેવા કેમ્પ યોજાયો હતો. જેમાં ભાવિકોને માટે રહેવા-જમવા, નાસ્તા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

જયારે જામનગરના જિતુભા જાડેજા તથા દેશ દેવી આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે 24 કલાકનો સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં પાંચ દિવસ સુધી પદયાત્રીઓ માટે નિ:શુલ્ક રહેવા-જમવા સહિતની સુવિધા પુરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...