કાર્યક્રમ:દ્વારકા જિલ્લાના શહેરી-ગ્રામ્યમાં તા.22ના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાસેતુ કાર્યક્રમમાં 56 સેવાઓનો લાભ નાગરીકોને પ્રાપ્ત થશે

દ્વારકા જિલ્લાના નાગરીકોને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો સતત લાભ મળતો રહે અને વહિવટમાં કાર્યક્ષમતા, પારદર્શતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તે માટે જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકાઓમાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે દ્વારકા જિલ્લામાં તા.22ના ખંભાળીયા તાલુકાના માધુપર અને ખંભાળીયા નગરપાલિકા, સલાયા નગરપાલિકા, ભાણવડ તાલુકાના મોરઝર ગામ, દ્વારકા તાલુકાના મોજપ અને કલ્યાણપુરના ખીરસરા, જામરાવલ નગર પાલિકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં અંતર્ગત જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ યોજનાર સેવાસેતુમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ-પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરુ સહાય યોજના, ફીશીપકાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ઉંમરનો દાખલો, ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની ચકાસણી, વીજ જોડાણની અરજીઓ, વ્યવસાય વેરા અરજી, જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, લર્નીંગ લાયસન્સ, બસ કન્સેશન પાસ, મહેસૂલ વિભાગની 7/12, 8-અ, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, કુટુંબિક સહાય યોજના, વારસાય અરજી સહિતની સરકારના વિવિધ વિભાગોની આશરે ૫૬ જેટલી સેવાઓનો લાભ નાગરીકોને તેમના રહેઠાણના નજીકના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ પર જ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...