પરેશાની:લાલપુર મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા અરજદારોને ધરમના ધક્કા, રજૂઆતોની કોઈ અસર નહીં

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ, 7/12, 8-અની કામગીરી માટે આવતા અરજદારો પરેશાન

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં વારંવાર સર્વર ડાઉન થઈ જતું હોવાના કારણે વિવિધ કામગીરી માટે આવેલા અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો દ્વારા અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પણ સમસ્યાનું કોઈ સમાધાન નથી આવ્યું.

લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મામલતદાર કચેરીએ 7/12ની કામગીરી આવતા અરજદારો છેલ્લા એક મહિનાથી પરેશાન થઈ રહ્યા છે. નવા અપડેટ આવ્યા પછી કોમ્પ્યુટર ઓપરેટીંગ સર્વર ડાઉન જ રહે છે. જેથી એક અરજદારને ફોર્મ ઈસ્યુ કરવામાં અડધા કલાક જેવો સમય લાગી જાય છે. જેના કારણે કચેરી પર આવેલા અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લાલપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ વિભાગ તથા 7/12 8 અ વિભાગમાં થતી મુશ્કેલીથી અરજદારોને હેરાન પરેશાનીનો સામનો કરવો પડે છે. જેથી લોકોને હજી વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે લાલપુર મામલતદાર કચેરીના અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓને લોકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે અને અધિકારીઓ ધ્યાન આપે તેવી લોક રજૂઆત પણ કરી રહ્યા છે. જ્યારે લોકોમાં પણ એવી ચર્ચા ચાલી છે કે ઉચ્ચ અધિકારીને કોણ ધ્યાન દોરશે અને સમયસર અરજદારોને પોતાનું કામ સરળતાથી થઇ શકે તે માટે અનેક વખત મૌખિક રજૂઆત પણ ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...