પસંદગી:ગુજરાત ટીમમાં જામનગરના બે દિવ્યાંગ ખેલાડીની પસંદગી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ વિલચેર ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે

14મી નેશનલ વિલચેર ફેન્સીંગ ચેમ્પિયનશિપ 2021-22માં ગુજરાતની ટીમમાં જામનગર જિલ્લાના બે દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ઓડીશા દ્વારા યોજાનારી 14મી નેશનલ વિલચેર ફેન્સીંગ ચેમ્પિયનશિપ 2021-22 માટે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાંથી નવ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જામનગર શિવદાસ આલસુર ભાઈ ગુજરીયા, તેમજ અલીયાબાડાના બીપીનભાઈ કરમશીભાઈ અમૃતિયા સહિતના બે અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી થઈ છે.

આ તકે ઓ.પી મહેશ્વરી, સંજયભાઈ જાની, રઝા મિશન ફાઉન્ડેશનના અગ્રણી, અ.કાદર આબર પેશ ઈમામ મતવા મસ્જિદ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના નીતાબેન વાળા, ભગીરથસિંહ જાડેજા, કર્મચારી શક્તિસિંહ જાડેજા, સહદેવભાઈ ડાભી તેમજ દિવ્યાંગ અગ્રણીઓ કિરણ સોલંકી, રાજેશભાઈ પાલેજા, રમણીકલાલ ચાંગાણી, મહેન્દ્રસિંહ સોઢા, દીપકભાઈ સંચાણીયા મુખ્યતારભાઈ ખીરા, વિજયભાઈ પુરા સહિતના અનેક મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...