જામનગર જિલ્લાના 11 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનીત કરવામાં આવે છે. જેમાં વર્ષ 2021 માટે જામનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના એવોર્ડ માટે માધ્યમિક તથા પ્રાથમિક વિભાગના કુલ 11 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
જેમાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે સ્વાતિ છત્રોલા,જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, રસુલભાઈ એરંડિયા, દાવલી પ્રાથમિક શાળા તા.કાલાવડ, પંકજભાઈ પરમાર, વડવાળા પ્રાથમિક શાળા તા.જામજોધપુર, રાજેશકુમાર બારોટ,વુલનમિલ કન્યા તાલુકા શાળા તા.જામનગરનો સમાવેશ થાય છે.
તાલુકા કક્ષાએ તાલુકા પારિતોષિક એવોર્ડ માટે સમિતિ દ્વારા શિક્ષકોની પસંદ કરવામાં આવી છે. જેમાં પ્રીતિબેન જગડ, શાળા નં. 21 જામનગર કોર્પોરેશન, યોગેશકુમાર ભેંસદડિયા, નેસડા પ્રાથમિક શાળા, રાકેશકુમાર ફેફર, પીથડ તાલુકા શાળા, તા.જોડીયા, સંજયભાઈ વડિયાતર, સડોદર તાલુકા શાળા તા. જામજોધપુર, જાગૃતિબા ગોહિલ, સણોસરી તાલુકા શાળા તા. લાલપુર, મિનલબેન વંકાણી, આણંદપર કન્યા શાળા, તા. કાલાવડ, સોનલ ખેબર, લતીપુર વાડી શાળા નં.3 તા.ધ્રોલનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.