ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 27-12-2022થી ઇન્દોર ખાતે યોજાવા જઈ રહી છે. જેમાં જામનગર ડિસ્ટ્રિક્ટની 10 મહિલા ક્રિકેટ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસ.સી.એ.)માં પસંદગી થઈ છે. મહિલા ક્રિકેટ ટીમ માટે આ પ્રથમ વખત ઘટના બની છે.
જામનગરવાસીઓ માટે ગૌરવની વાત
ઉપરાંત એકી સાથે જામનગરની 10 મહિલા ખેલાડીઓને સ્થાન મળ્યું હોવાથી જામનગરવાસીઓ માટે પણ ગૌરવ ની વાત છે. આ દરેક ખેલાડીઓ જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એશોશીએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચિંગ લઈને તૈયાર થઈ છે.
મહિલા ક્રિકેટ ખેલાડીઓને અભિનંદન મળ્યાં
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને દરેક સભ્યોએ તમામ મહિલા ક્રિકેટ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. જામનગરવાસીઓ માટે આ ગૌરવ ની વાત છે. યુવકોની માફક જામનગરની મહિલા ક્રિકેટરોએ વિશ્વકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.
કઈ મહિલા ખેલાડીઓની પસંદગી થઈ?
જામનગરની રાબીયા શમા, જિયા ઉધાસ, ચિત્રાંશી વાઘેલા, અંશિકા જાંગીડ, હર્ષિતાબા જાડેજા, માનસી ગોહિલ, વિરાલી પરેજીયા, સ્મૃતિ જેના, જાનવી કંડોરીયા અને રુહી સોલંકીની પસંદગી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.