તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિચન ગાર્ડનનો ટ્રેન્ડ:બિયારણની ખરીદીમાં ત્રણ ગણો વધારો થયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019-20માં 2352 અને 20-21માં 7740 પેકેટનું વેચાણ

કોરોના કારણે લોકોડાઉન તેમજ અન્ય કડક નિયંત્રણના પગલે કીચન ગાર્ડનીંગ એટલે કે ઘરની આજબાજુની ખુલ્લી, ફાજલ જમીન અગાસી કે બાલ્કનીમાં ફળ અને શાકભાજીનું વાવેતરના ક્રેઝમાં ખુબ જ વધારો થયો છે. જેના કારણે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડવા માટે બિયારણની ખરીદીમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.

સરકારી આંકડા મુજબ વર્ષ 2019- 20માં 2352 બિયારણનું વેચાણ થયું હતું જ્યારે વર્ષ 2020- 21 7740 પેકેટનું વેચાણ થયું હતું. ઘરના ટેરેસ, બાલ્કની અને ખુલ્લી જગ્યાનો સદઉપયોગ કરીને ચાલી રહેલા આ કોરોના કાળમાં ખૂબ ઓછા ખર્ચે શુદ્ધ, તાજા અને ઓર્ગેનિક શાકભાજીનો સ્વાદ લેનાર લોકોનો વધારો થયો છે.

ક્યા સમયે કયો પાક લેવો હિતાવહ
ઋતુવાવેતર સમયશાકભાજી
શિયાળોઓક્ટોબર-નવેમ્બર

ટમેટી, મરચી, રીંગણ, ડુંગળી,

મૂળા, ગાજર, વાલોર, પાપડી,

તુવેર, મેથી, પાલક, ધાણા.

ઉનાળોફેબ્રુઆરી-માર્ચ

ભીંડા, ચોળી, ગુવાર, દુધી,

કારેલા, તુરીયા, ગલકા, ધીલોડી,

પરવળ, કાકડી, તરબૂચ,

શક્કરટેટી, મેથી, ધાણા, રીંગણ.

ચોમાસુજૂન-જુલાઈ

રીંગણ, મરચી, ટમેટી, ભીંડા,

ગુવાર, ચોળા, દુધી, ગલકા,

તુરિયા, કારેલા, તુવેર, કંકોડા,

ધીલોડા,,કાકડી, ડુંગળી, પરવર.

કિચન ગાર્ડનિંગ માટેના અગત્યના મુદ્દા

  • હવામાન અને વિસ્તાર પ્રમાણે શાકભાજીના પાકના વાવેતર માટેની પસંદગી કરવી જોઈએ.
  • પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ અનિવાર્ય છે
  • ક્યારાનું આયોજન એવા પ્રકારે કરવું જેથી ખરીફ ઋતુના પાક પુરા થયા બાદ રવિ ઋતુના પાકની વાવણી કરી શકાય.
  • કંદમૂળ વાળા શાકભાજી પાકો જેવા કે ડુંગળી લસણ બટાટા ની રોપણી ક્યારાની પાળી ઉપર કે જેથી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.

બહારના શાક સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે
4 વર્ષથી કીચન ગાર્ડનીંગ કરી રહ્યો છું મારા કિચન ગાર્ડનમાં આમ આ તમામ શાકભાજીના વેલા વાવેલા છે. આ કરવા પાછળનું ખાસ કારણ એ જ છે કે બહારના શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે તો ઘણી વખત શાકભાજી અને કૃત્રિમ રીતે પણ ઉછેરવામાં આવે છે જેથી તે સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે તેમજ શાકભાજી સાચો સ્વાદ પણ આપણને મળતો નથી અને તેમાં રહેલાં પોષક તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. કીચન ગાર્ડનીંગ માં આપડે જાતે જ તેનો ઉછેર કરીએ છીએ જેથી શુદ્ધ અને ઓર્ગેનિક રહેશે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.> જયેન્દ્ર શાહ, પવનચકકી પાસે, જામનગર.

અન્ય સમાચારો પણ છે...