4 લાખ લોકોને ટ્રાફીકમાંથી મુકિત:સૌરાષ્ટ્રના પ્રથમ અને સૌથી લાંબા બની રહેલા ચાર માર્ગીય ફલાય ઓવરબ્રીજની સૌ પ્રથમ ડ્રોન તસવીર જુઓ ભાસ્કરમાં

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ટ્રાફીક સમસ્યામાંથી મુકિત મળે તે માટે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ ચાર માર્ગીય ફલાયઓવર બ્રીજ જામનગરમાં મંજૂર કરાયો છે. શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઇન્દીરા માર્ગ ઉપર 3.4 કીમીના ચાર માર્ગીય એલીવેટેડ ફલાયઓવર બ્રીજનું કામ વર્ષ-2021 માં જૂન મહિનામાં શરૂ થયું છે.

ફલાયઓવર બ્રીજથી સુભાષબ્રીજથી પ્રવેશતા વાહનો દ્વારકા રોડ તથા જીઆઇડીસી રોડ તરફ કોઇપણ અડચણ વગર અને ઝડપથી તથા સલામતી પૂર્વક આઇજી રોડ પર જઇ શકશે. ખંભાળિયા-દ્રારકા તરફથી આવતા ટ્રાફીકને રાજકોટ જવા માટે સીધો પુલમાંથી પ્રવેશ મળશે. શહેરમાં એસટી સ્ટેન્ડ તરફ જતા વાહનો બ્રીજના એપ્રોચ રોડ પરથી અવર-જવાર કરી શકશે. ફલાય ઓવર બ્રીજ નાગનાથ ગેઇટ, નર્મદા સર્કલ, ગુરૂદ્વારા ક્રોસીંગ અને સાત રસ્તા સર્કલને કવર કરે છે.} તસવીર :હસિત પોપટ

A to Z - ફલાયઓવર બ્રિજ વિશે એ બધું જ, જે તમે જાણવા માંગો છો

  • લંબાઈ : 3.4 કીલોમીટર
  • પહોળાઈ : ઇન્દીરા માર્ગ પર 15 મીટર, એપ્રોચ રોડ અંબર જંકશનથી પીએન માર્ગ પર 7.50 મીટર
  • ઉંચાઈ : નાગનાથ ગેઇટ જંકશન પાસે 4 મીટર અને અન્ય જંકશન પર 5.30 મીટર ઉંચાઈ રહેશે
  • ખર્ચ : 193 કરોડ રૂપિયા ખર્ચાશે
  • ટુ-લેન એપ્રોચ રોડ : સાત રસ્તા સર્કલ પાસે અને ઇન્દીરા માર્ગ-જીઆઇડીસીને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઇનો બનાવાશે
  • સર્વિસ રોડ : બંને બાજુ 6 મીટર રહેશે
  • કામ શરૂ : જૂન-2021માં
  • લક્ષ્યાંક : એપ્રિલ-2024માં પૂર્ણ કરાશે
અન્ય સમાચારો પણ છે...