તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શહેરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં નીચે પડી જવાથી સિકયુરીટી મેનનું મોત

જામનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ખોડીયાર કોલોનીમાં ઘરકંકાસમાં અગ્નિસ્નાન કરનાર યુવાનનું મૃત્યુ

જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવો પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં ઓફિસમાંથી પડતી જતાં સિકયુરીટીમેનનું મોત નિપજયું છે, જયારે પોતાની વાડીએ પેટ્રોલ છાંટી સળગી જનાર યુવાનનું મૃત્યુ થયું છે. જામનગર શહેરના અંબર ચોકડી પંચમુખી હનુમાનની સામે કોમર્શીયલ કોમ્પલેક્ષમાં સિકયુરીટી મેન તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભૂપતસિંહ વાઢેર બપોરના સમયે કોઇપણ રીતે નીચે પડી જતાં ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતાં, જયાં તેમનું મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના રોયલ પુષ્પક પાર્ક ખોડીયાર કોલોનીમાં રહેતા નિલેશ ચુનીલાલ ગઢકાએ ઘર કંકાસથી કંટાળી ગત તા. 1/5ના રોજ ગાગવા ગામે આવેલી તેની વાડીએ પેટ્રોલ છાંટી સળગી ગયો હતો. જેને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં જામજોધપુરના શેઠવડાળા ગામે મેપાભાઇ નારણભાઇ વાઘેલા (ઉ.વ.73) નામના વૃદ્ઘ જમતા-જમતા ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતાં, જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં, આ ઉપરાંત ચોથા બનાવમાં શહેરના નવાગામ ઘેડમાં રહેતા અશ્વિનભાઇ નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.43) નામનો યુવાનને છેલ્લા સાતેક દિવસથી શ્વાસની બિમારી હોય જેના કારણે તેનું મૃત્યુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો