તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધજાગરા:જામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટીના ધજાગરા ઉડ્યા, હોસ્પિટલની અંદર ગાય અને શ્વાન ઘૂસી જતા અફરાતફરી

જામનગર2 મહિનો પહેલા
 • મામલાની તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાશેઃ અધિક્ષક

જામનગરની જીજી હોસ્પિટલમાં પશુઓના આંટાફેરાના દ્રશ્યો વાયરલ થતા હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી જીજી હોસ્પિટલમાં રાત્રિના સમયે ગાય અને શ્વાન ઘૂસી જતા હોસ્પિટલના સ્ટાફ સાથે દર્દીઓ અને તેના સંબંધીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

જી.જી. હોસ્પિટલમાં કેશ બારી થી પસાર થતા ઢોર
જી.જી. હોસ્પિટલમાં કેશ બારી થી પસાર થતા ઢોર

સિક્યુરિટી પાછળ કરાતો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં!જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ફરજ બજાવતા સ્ટાફની સુરક્ષા જળવાઈ રહે તે માટે જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે. પરંતુ, હોસ્પિટલની અંદર ઘૂસી આવેલા પશુઓના વાઈરલ વીડિયોએ સિક્યુરિટી વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

એકી સાથે ઢોર નીકળતા દર્દીઓ ભય
એકી સાથે ઢોર નીકળતા દર્દીઓ ભય

હોસ્પિટલ તંત્રએ તપાસના આદેશ આપ્યાજીજી હોસ્પિટલની અંદર પશુઓ ઘૂસી જતા અધિક્ષક તરફથી સમગ્ર મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. અધિક્ષક ડો. દિપક તિવારીએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામા આવશે. જે પણ સિક્યુરિટી ગાર્ડ આમાં જવાબદાર હશે તેની સામે નિયમ મુજબ પગલાં ભરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો