તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મુંબઇથી મેફેડ્રોન જામનગરમાં ધુસાડનાર શખ્સની શોધખોળ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેફેડ્રોન સહિત 2.82 લાખની મતા કબજે કરાઇ

જામનગરમાં એસઓજીના પી.આઇ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસે બાતમીના આધારે શાક માર્કેટ વિસ્તારમાં મીનારા ફળીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળા અંદરથી માદક પદાર્થ મેફેડ્રોનનો 27 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે સમીર ઉર્ફે જીમી ઉર્ફે સેમ મેહમુદ અલી શેખને પકડી પાડી રૂ.2.70 લાખનુ મેફેડ્રોન ઉપરાંત મોબાઇલ અને રોકડ સહિત રૂ.2.82 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો તેનો ભાઇ નદીમ શેખ પાંચેક દિવસ પુર્વે જ મુંબઇથી વેચાણ અર્થે લાવ્યો હોવાનુ પકડાયેલા શખ્સે કબુલ્યુ હતુ.આથી પોલીસે બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી મેફેડ્રોન લાવનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...