તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઠેબા બાયપાસ પાસે વાહનની ઠોકરે સ્કૂટરચાલકનું મૃત્યુ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના ઠેબા બાયપાસ પાસે અજાણ્યા વાહને સ્કુટરને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક યુવાનનુ મૃત્યુ નિપજયુ હતુ.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.જયારે વસઇ નજીક સર્જાયેલા અકસ્માત મામલે ફરીયાદ નોંધાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આલાપ સોસાયટીમાં રહેતા રાજેશગીરી વસંતગીરી ગોસાઇના મોટા ભાઇ મનિષગીરી (ઉ.વ. 45) પોતાનુ સ્કુટર લઇ ઠેબા બાયપાસ તરફ જઇ રહયા હતા ત્યારે પુરપાટ વેગે દોડી આવેલા અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે ખસેડાતા ટુંકી સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની રાજેશગીરીની ફરીયાદ પરથી પોલીસે અજ્ઞાત વાહન ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

જયારે ખંભાળીયા હાઇવે પર વસઇ નજીક બુધવારે રાત્રે બાઇક પર જઇ રહેલા અપુર્ણસિંહ મયુરસિંહ રાણાનુ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતુ.

જે બનાવમાં કરશનભાઇ ભીલાભાઇ કોડીયારએ સિકકા પોલીસ મથકમાં બાઇકચાલક સામે ફરીયાદ નોંધાવી છે જેમાં ચાલકે પુરપાટ બાઇક ચલાવી રોડ સાઇડમાં છોટા હાથી પાછળ બાઇક અથડાવ્યા બાદ આ યુવક વાહન પરથી ફંગોળાયા હતા અને એસટી બસ઼ના આગળ ભાગે ભટકાતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...