અકસ્માત:જામનગરની ભાગોળે ઈકો કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈકોચાલકની પોલીસ દ્વારા શોધખોળ

જામનગર નજીક ખંભાળિયા રોડ પર પુર ઝડપે દોડતી ઇકો કારની ઠોકરે સ્કુટર ચાલક વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત સર્જી કાર ચાલક નાસી જતા પંચકોશી બી િડવિઝન પોલીસે કારચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરની ભાગોળે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખંભાળીયા હાઇવે રોડ આરટીઓ નજીક ટી પોઇન્ટ પાસે રોડ પર સોમવારે બપોરે પોતાનું જીજે-10-સીકે-1314 નંબરનું એકટીવા સ્કુટર લઇ આરટીઓ તરફ જતા સુરેશભાઈ હેમતલાલ બુદ્ધદેવ ઉવ 65 નામના વૃદ્ધને પુર ઝડપે દોડતી જીજે-37-બી-9253 નંબરની એક ઇકો કારે પાછળથી જોરદાર ઠોકર મારી હતી.

જેમાં સ્કુટર ઉપરથી ફંગોળાઈ ગયેલ સુરેશભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અને મૃતકના ભાઈ નરેશકુમાર હેમતલાલ બુધ્ધદેવે નાસી ગયેલ ઇકો ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ.એમ. જાડેજા સહિતનાઓએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...