અરેરાટી:છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ આપઘાત કર્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાંચીની ખડકી પાસે અગમ્ય કારણોસર યુવકે ફાંસો ખાધો
  • જામનગર તાલુકાના વાણિયા ગામનો બનાવ

જામનગર શહેરના ઘાંચીની ખડકીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જયારે જામનગર તાલુકાના વાણિયા ગામે પતિએ છોકરા બાબતે ઠપકો આપતા લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનું પોલીસ દફતરે નોંધાયું છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના ઘાંચીની ખડકી પાસે ઘાંચીવાડ જાંબુડી મસ્જિદ પાસે રહેતા નઝીર યુસુફભાઈ દયાલ (ઉ.વ.42) નામનો યુવાન કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તેના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમો ર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના પરિજનોના નિવેદન નોંધવાની તજવીજ સાથે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોક પ્રસર્યો છે.

બીજા બનાવમાં જામનગર તાલુકાના વાણિયા ગામે રહેતી સામુબેન પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ.28) નામની પરિણીતાને તેના પતિ પ્રવીણભાઈએ છોકરા બાબતે ઠપકો આપતા લાગી આવતા મનમાં લાગી આવતા રાત્રિના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે પરિવારમાં શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...