તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફટકો:શાળાઓ બંધ થતાં સ્કૂલ વેન, રીક્ષાનો વ્યવસાય ઠપ્પ, ઉછીના નાણાં લઇ ગુજરાન ચલાવીએ છીએ: સ્કૂલ વેનના માલિકો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્કૂલ વેનના માલિકો : લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી, અભ્યાસ ઓછો હોવાથી નોકરી મળતી નથી

કોરોનાની એન્ટ્રી થતા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને તેનું ભવિષ્ય ન બગડે તે હેતુથી સરકારે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય નિર્ણય કર્યો હતો.જેની માઠી અસર શૈક્ષણિક જગત સાથે જોડાયેલા વેપાર-ધંધા પર થઇ છે. ખાસ કરીને સ્કૂલ વેન અને રિક્ષા ચલાવતા લોકોને ખૂબજ મોટો આર્થિક ફટકો પડયો છે. છેલ્લાં દોઢ વર્ષથી શાળાઓ બંધ રહેતા સ્કૂલ રિક્ષા અને વેન પણ બંધ થતા લોકો પાસેથી નાણાં ઉછીના લઈ ગુજરાન ચલાવવાની સાથે લોનના હપ્તા માંડ ભરી રહ્યા છીએ. તેમાં પણ ભણતર ઓછું હોવાથી નોકરી મળવી અઘરી બની છે તેમ સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોએ જણાવ્યું હતું.

ગુજરાન ચલાવવુ ખૂબ અઘરું બન્યું છે
દોઢ વર્ષથી કોરોનાને કારણે શૈક્ષણિક કાર્ય ઓનલાઇન થતા સ્કૂલ વેન બંધ થઈ ગઈ છે. 12 વર્ષથી સ્કૂલ વેન ચાલવી રહ્યો છું. પરંતુ શાળા બંધ થતા ગુજરાન ચલાવવુ ખૂબ અઘરૂં બની ગયુ છે. આથી લોકો પાસેથી નાણાં ઉછીના લઇ ધર માટે લીધેલી લૉનના હપ્તા પણ માંડ ભરી રહયો છું.> ભરતસિંહ ચુડાસમા, જામનગર.

નોકરીનો પ્રયત્ન કર્યો પરંતુ મળી નથી
છેલ્લા 12 વર્ષથી સ્કુલ વેન ચલાવી રહ્યો છું. પરતું કોરોનાના કારણે શાળા બંધ થતા ધધો સાવ બંધ થઈ ગયો છે. ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતા નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ મળી નહીં. હાલમાં તો લોકો પાસેથી નાણાં ઉધાર લઇને ગુજરાન ચલાવી રહ્યો છું.> સજીભા જાડેજા, જામનગર.

રીક્ષાની આવક બંધ થતાં જીવન કપરૂં
પહેલા દર મહિને રૂ.10 થી 12 હજાર સ્કૂલ ભાડાના મળતા હતાં. પરંતુ કોરોના આવ્યા બાદ શાળા બંધ થતાં સ્કૂલ ભાડાની આવક સદતંર બંધ થઇ ગઇ છે. દર મહિને રૂ. 3 થી 4 હજારનો ધંધો માંડ થાય છે. જેથી ગુજરાન ચલાવવું ભારે કપરૂં બન્યું છે.> નિલેશભાઈ વશીયર, જામનગર.

રીક્ષા બંધ થતાં મુશ્કેલી વધી
છેલ્લાં 30 વર્ષથી સ્કૂલ રીક્ષા ચાલાવું છું. કોરોના મહામારી શરૂ થતાં શાળા બંધ થતા ઓનલાઇન શિક્ષણ શરૂ થયું. જેના કારણે સ્કૂલ રીક્ષા બંધ થઈ ગઈ છે. જેના કારણે ભારે આર્થિક ફટકો પડયો છે. મારા બે પુત્ર કારખાનામાં કામ કરે છે, આમ છતાં પરિવારનું ગુજરાન માંડ ચાલી રહ્યું છે.> જસુભા જાડેજા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...