હવે જોહુકમી નહીં ચાલે:શાળા સંચાલકો ચોક્કસ જગ્યાએથી ગણવેશ, પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ ખરીદવા દબાણ કરે તો ફરિયાદ કરી શકે છે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જાગૃત કરવામાં આવ્યા

રાજ્ય શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય લીધો છે. જો કોઇ શાળા સંચાલકો ચોક્કસ જગ્યાએથી ગણવેશ, પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ ખરીદવા દબાણ કરે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. જેને લઇને જામનગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જાગૃત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં રાજ્ય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરેલી જાહેરાત અનુસંધાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગરના અધ્યક્ષ ધ્વારા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ જોગ અનુરોધ કર્યો હતો કે, બિનઅનુદાનીત ખાનગી શાળાઓ મામલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિણૅય લીધો છે. ખાનગી શાળાઓ હવેથી વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોકકસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ નહી કરી શકે. જો આવું કરે તો વાલીઓ દ્વારા શહેરના જિલ્લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરવા આગળ આવવું જોઈએ.શાળાથી ડર્યા વિના વાલીઓએ ફરિયાદ કરવા આગળ આવવું પડશે નહિતર આ પ્રક્રિયા અવીરત ચાલુ રહેશે.

મનીષ કનખરા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર
મનીષ કનખરા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર

ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીને દાખલ કર્યાં બાદ દરેક વાલીની એક ફરિયાદ હંમેશા રહેતી હોય છે કે, ઉંચી ફી ચુકવ્યા બાદ પણ ખાનગી શાળાઓ લૂંટ બંધ નથી કરતી. ડ્રેસ, સ્ટેશનરી, બુટ, પુસ્તકો અને અન્ય ઘણી જરુરી સામગ્રી શાળાઓ કોઈ ચોકકસ દુકાનનો આગ્રહ રાખતા હોય છે. જેના કારણે આ દુકાનદારો પણ વાલીની મજબુરી સમજીને કોઈપણ વસ્તુનાં બે કે ત્રણ ગણા ભાવ વસુલતી હોય છે અને દુકાનદાર પાછલા બારણે સ્કુલને કમીશન આપતી હોય છે. જોકે હવે સરકાર દ્વાર આ અંગે પણ નિયમન લાવી દેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઈ ચોકકસ દુકાનેથી જ ખરીદવા માટે શાળાઓ દ્વારા દબાણ કરાતું હતુ તે હવે નહી કરી શકાય. આ પ્રકારનું દબાણ કરવું હવે દંડનીય ગુનો બની ચુક્યો છે. અનિયમિતતા આચરી ખાનગી શાળાઓ સામે પહેલીવારમાં 10 હજાર ત્યાર બાદનાં દરેક કિસ્સામાં 25 હજાર રુપિયાનો દંડ વસુલવા માટેની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, 5 વખતથી વધુ વખત ફરિયાદ મળશે તો શાળા અને તેની સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...