તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાહનોના સ્પેરપાર્ટસ ભાંગવાનુ કૌભાંડ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્કા પાટિયા પાસે શક પડતી મિલ્કત તરીકે 4.96 લાખનો મુદામાલ કબજે કરી તપાસ

જામનગર-ખંભાળીયા ઘોરીમાર્ગ પર સિકકા પાટીયા પાસે મેઘપર પોલીસે એક ભંગારના વાડામાં ઝડતી વેળાએ ટ્રક-ટ્રેલરના મોરા, ટાયર,ડીઝલની ટાંકીઓ વગેરે મળી રૂ.4.96 લાખનો મુદામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી વાડાધારક શખ્સની અટક કરીને જીણવટભરી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિકકાપાટીયા પાસે મેઘપરના પીએસઆઇ ડી.એસ.વાઢેર, એએસઆઇ એમ.એમ.વશરા સહિતના સ્ટાફએ સૌરાષ્ટ્ર સ્ક્રેપ્સ નામના જાવેદ તૈયબભાઇ હાલેપૌત્રાના ભંગારના વાડામાં ઝડતી હાથ ધરી હતી જે દરમિયાન અંદરથી જુદા જુદા ટ્રક અને ટ્રેલરના બે મોરા, જુદા જુદા દશ વ્હીલપ્લેટવાળા ટાયર,નાની મોટી ડીઝલની દશેક ટાંકીઓ સહિત રૂ.4.96 લાખનો મુદામાલ મળી આવ્યો હતો.જેના જરૂરી કોઇ આધાર રજુ ન કરતા પોલીસે તમામ મુદામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી વાડાધારક જાવેદ હાલેપૌત્રાની અટક કરી હતી.

આ સ્પેરપાર્ટસ ભાંગવા મામલે આરટીઓની કોઇ પરમીશન લીધી હતી કે કેમ? સહિતની બાબતોને લક્ષમાં રાખીને પોલીસે લગત વિભાગોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.આરટીઓ પાસે લગત ટ્રકો મામલે પોલીસે માહિતી માંગી સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.જયારે જીએસટી વિભાગને નિયત ટેકસ ભર્યો છે કેમ? સહિતની બાબતોએ મેઘપર પોલીસ દ્રારા લગત વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...