જામનગરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની કચરો ઉપાડવાની ગાડીમાંથી કેરણ પકડાયું છે. વિપક્ષના નગરસેવકોએ કરેલા આકસ્મિક ચેકીંગમાં આ કૌંભાડ ખૂલ્યું છે. અત્રે નોંધનીય છે કે, કરોડો રૂપિયાના ખર્ચે મનપાએ ડોર ટુ ડોર કચરો ઉપાડવનો કોન્ટ્રાકટ બે કંપનીને આપ્યો છે.
ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનમાં કચરાના બદલે કેરણ ભરવાનું કૌભાંડ જામનગર મહાપાલિકાના વિરોધપક્ષના નેતા અને નગરસેવકોએ પકડી પાડતા ભારે ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના નેતા ધવલ નંદા ઉપરાંત કોર્પોરેટર અલ્તાફ ખફી, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તથા પાર્થ પંડ્યાએ સોમવારે કચરા ઉપાડતા વાહનને રોકયું હતું. જેની તપાસ કરતા આખું વાહન કચરાના બદલે કેરણ ભરેલું જોવા મળ્યું હતું. આથી કચરાના નામે કેરણ ભરીને ભાડા વસુલવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ બાબતે વિપક્ષ દ્વારા કમિશનરને જાણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.