સિક્યુરીટી વિભાગની કામગીરી સામે સવાલ:સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં આખલાના આંટાફેરા, નંદી મહારાજની એન્ટ્રિથી સગાસબંધીઓ ચોંકી ગયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલમાં આખલાના આંટાફેરાથી સલામતી વ્યવસ્થા સામે સવાલ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ થોડા થોડા દિવસોના અંતરે કોઈને કોઈ વિવાદમાં રહે છે. જેમાં આ વખતે રસ્તે રઝળતા ઢોર છેક હોસ્પિટલની અંદર વોર્ડની લોબી સુધી ઘૂસી ગયાનો મામલો સામે આવતાં ભારે ચર્ચા જાગી છે. ઉપરાંત સિક્યુરિટી વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે.

સગાસબંધીઓ આખલાની એન્ટ્રિથી ચોંકી ગયા
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં આજે શનિવારે સવારે એક આખલાએ પ્રવેશ મેળવી લીધો હતો. તેમજ તે સિક્યુરિટી વિભાગના તમામ સુરક્ષા ચક્રને વીંધીને છેક અંદર આઈસીયુ વિભાગ સુધીની લોબીમાં પહોંચી ગયો હતો. જ્યાં દર્દીઓ અને દર્દીના સગા લોબીમાં મોટાભાગે બેઠેલા હતા, જેઓ આખલાની એન્ટ્રીથી ચોંકી ગયા હતા.

સિક્યુરીટી વિભાગની કામગીરી સામે સવાલો
આવા આખલા હોસ્પિટલ પરિસરમાં ઘૂસી ગયા પછી તેને બહાર કાઢવાનો પ્રયન કરવામાં આવે, તો લોબીમાં દોડાદોડી કરી મૂકે છે. જેના પગલે અનેક દર્દીઓ અથવા તો તેના સગાઓનો જીવ તાળવે ચોંટી જાય છે. હોસ્પિટલના તંત્ર દ્વારા સિક્યુરિટી વિભાગની નબળી કામગીરી બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...