સઘન પૂછતાછ:સરપંચના ભાઇએ પોતાને જ ગોળી મારવા સોપારી આપી !

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરિંગ કરનારી બેલડી અને સૂત્રધાર ઝબ્બે
  • ભાઇની હત્યા કરનાર જૂથના માણસને સંડોવવા ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું
  • ગઢકડામાં ફાયરિંગ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
  • સામાવાળા જુથના માણસને સંડોવવા બે શખ્સને સોપારી આપીને ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું

જામજોધપુર તાલુકાના ગઢકડામાં શનિવારે ગ્રામ પંચાયત કચેરીમાં ફોર્મ ભરતા સરપંચના ભાઇ સહિત બે વ્યકિત પર બાઇક પર ધસી આવેલી બેલડીએ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાના ચકચારી બનાવમાં એલસીબી પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો જેમાં ફરીયાદીએ બે માણસોને સોપારી આપી ફાયરીંગ કરાવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ.ભાઇની હત્યામાં સંડોવાયેલા જુથના એક માણસને ફસાવવા ફાયરીંગનુ તરકટ ઘડાયુ હોવાનુ પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ હતુ.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુરના ગઢકડા ગામે ગત શનિવારે રાત્રે સરપંચના ભાઇ ફિરોઝ ઓસમાણભાઇ સફીયા અને અન્ય ગ્રામ પંચાયત કચેરી પાસે પાક તથા ખેત નુકશાનીના ખેડુતોના ફોર્મ ભરી રહયા હતા જે વેળા બાઇક પર ધસી આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરતા ઇસ્માઇલ જુસબભાઇ સફીયાને સાથળના ભાગે રાયફલના છરા વાગતા ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા.આ બનાવની ફિરોઝભાઇની ફરીયાદ પરથી પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે સમગ્ર બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી એફએસએલની પણ મદદ મેળવી હતી. જે તપાસ દરમિયાન એલસીબીની ટીમે ફાયરીંગમાં સંડોવાયેલી બે શખ્સો વિશે ચોકકસ બાતમી મળી હતી જેના આધારે ગઢકડા સીમ પંથકમાંથી એલસીબીએ અયુબ યુસુફ સફીયા અને હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદ સફીયાને પકડી પાડયા હતા.પોલીસ પુછપરછમાં તેણે ફિરોઝ સફીયાએ ફાયરીંગ કરવાની સોપારી આપી હોવાનુ કહ્યુ હતુ.આથી એલસીબીએ ફરીયાદી ફિરોઝ ઓસમાણભાઇ સફીયાને પણ સકંજામાં લીધો હતો.પોલીસે ત્રણેને પકડી પાડી બનાવમાં ઉપયોગ લેવાયેલી જામગરી બંદુક,છરા,ગન પાઉડર અને રોકડ રકમ કબજે કરી છે.

રૂપિયા સાંઇઠ હજારમાં સોપારી અપાયાનો ઘટસ્ફોટ
એલસીબીએ પકડી પાડેલા બંને શખ્સો પૈકી અયુબને રૂ.40 હજાર તેમજ હાજી ઉર્ફે શાહરૂખને રૂ.20 હજારમાં ફરીયાદી ફિરોઝએ જ સોપારી આપી આ ફાયરીંગ કરાવ્યુ હોવાનુ પકડાયેલા બંને શખ્સોએ પોલીસ પુછપરછમાં કબુલ્યુ હતુ.

હત્યા પ્રકરણમાં એક વ્યકિતને સંડોવવાનો કારસો ઘડાયો
છ માસ પુર્વે ફરીયાદી ફીરોઝના ભાઇ મુશ્તાકની હત્યા નિપજાવાઇ હતી જેમાં પોલીસે જે તે સમયે આરોપીઓની ધરપકડ કરી હતી જે હત્યાના ગુનામાં દશ વ્યકિતના નામ અપાયા હતા જેમાં અશરફનુ નામ પણ આપ્યુ હતુ.જોકે,તેના વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોય તેની અટક કરાઇ ન હતી જેથી આ ગુનામાં પોલીસ તેને પણ પકડે તેવો દુરાગ્રહ સેવી ષડયંત્ર રચી આરોપ તેના પર નાખી હેરાનગતિ થાય તે કારણે બંને શખ્સોને સોપારી આપીને કામ સોંપાયુ હોવાનુ પોલીસ પુછપરછમાં સામે આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...