તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરક મહોત્સવ:બાલાચડી સૈનિક સ્કૂલમાં સરદાર પટેલ હાઉસ, અહલ્યાબાઈ હાઉસ છાત્રાલય ખૂલ્લા મૂકાયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રીએ શૌર્ય સ્તંભ, શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં હીરક મહોત્સવ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૈનિક સ્કૂલ બાલાચડીમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ દેશસેવા માટે ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવામાં આવે છે તેમ જણાવી સૈનિક સ્કૂલમાં હવે દીકરીઓને પણ પ્રવેશના નિર્ણયને બિરદાવ્યો હતો. ઓનલાઇન મોડ દ્વારા જોડાયેલા કેડેટ્સને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ લક્ષ્ય રાખવા તેમજ નિષ્ફળતાઓથી નિરાશ ન થવા જણાવ્યું હતું.

સાંસદે જણાવ્યું હતું કે, દરેક નાગરિકે સશસ્ત્ર દળોમાં સેવા આપવી જોઈએ. સંરક્ષણમાં મહિલાઓનું યોગદાન વધે તે હેતુથી આજે બાલાચડીમાં બાળકીઓના પ્રવેશનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે નવનિર્મિત પુરુષ છાત્રાલય સરદાર પટેલ હાઉસ અને નવીનીકૃત મહિલા છાત્રાલય અહલ્યાબાઈ હાઉસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રી અને સાંસદે સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૌર્ય સ્તંભ, શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

હીરક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળાના સભા ખંડમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ફિલ્ડ માર્શલ સેમ માણેકશા, ફિલ્ડ માર્શલ કે. એમ કારિઅપ્પા અને માર્શલ ઓફ ધ ઈન્ડિયન એરફોર્સ અરજન સિંહના ચિત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...