સંસ્કૃત સપ્તાહની ઉજવણી:વર્તમાન અસ્મિતાને આકારિત કરવા સંસ્કૃત અને સંસ્કૃતિની નિષ્ઠા જરૂરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની ડીકેવી કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી

જામનગરની ડીકેવી કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞોએ વર્તમાન અસ્મિતાને આકારિત કરવા સંસ્કૃત અને સંસ્કૃતિની નિષ્ઠા જરૂરી હોવાનું અને શાસ્ત્રોના રહસ્યને ઉકેલવા સંસ્કૃત શીખવું અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું.જામનગરમાં ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી અને ડીકેવી કોલેજના સંયુકત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રાવણી પૂર્ણિમા અર્થાત સંસ્કૃત દિન તરીકે સમગ્ર સંસ્કૃત દિવસ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાએ સાહિત્ય અકાદમીની પ્રવૃતિ તથા સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જણાવ્યું હતું અને જામનગર છોટી કાશી તરીકે ઓળખાતા ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્તમાન અસ્મિતાને આકારિત કરવા માટે સંસ્કૃત નિષ્ઠા અને સંસ્કૃતિની નિષ્ઠાની આવશ્યકતા છે. કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં રહેલા રહસ્યોને ઉકેલવા માટે સંસ્કૃત શીખવું અનિવાર્ય છે. જયારે વિદેશના લોકો સંસ્કૃત તરફ વળી રહ્યા છે ત્યારે આપણે સંસ્કૃતિને સાચવવા માટે સંસ્કૃત ભાષા શીખવી જ રહી.

રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. મુખ્ય વકતા ડો.ભાવપ્રકાશ ગાંધીએ સંસ્કૃત ભાષાની વિશેષતા વિશે જણાવ્યું હતું. આ તકે જામનગર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે શ્લોકગાન સ્પર્ધા રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...