ઓમાનના દરિયા કિનારે દેવભૂમિ દ્વારકાના સલાયાનું એક માલવાહક જહાજ અચાનક ભીષણ આગથી ભડભડી ઉઠ્યું હતું. ઓમાનના દરિયા કિનારે અંદાજીત 800 ટનની કેપિસિટી ધરાવતા સલાયાના માલ વાહક જહાજમાં આગ લાગતાં અફડાતફડી સર્જાઈ જવા પામી હતી.
ઓમાનના દરિયા કિનારે ખસબ બંદર પર દેવભૂમિ દ્વારકાના સલાયાના વહાણમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સલાયાના અલ સાહે કલંદર નામના માલ વાહક જહાજમાં અકસ્માતે આગ લાગી ઉઠતાં તેને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ઓમાન ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
નોંધનીય છે કે 800 ટનની કેપેસીટી ધરાવતા આ વહાણ સલીમ હાજી જુનસ સુંભણીયા નામના શખ્સની માલિકીનું છે. અકસ્માતે લાગેલી આગને ઓમાન ફાયર વિભાગે આખરે બુઝાવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.