નિરાધારનો આધાર:જામનગરના “સખી” વન સ્ટોપ સેન્ટરમાં અંધ અને વૃદ્ધ મહિલાને આશ્રય અપાયો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંધ અને અશક્ત મહિલા જામનગરના રોઝી બંદર વિસ્તારમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને તા.2-1-2023ના રોજ મળી આવી હતી. જેથી મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે આ મહિલાને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા જાણવા મળેલ કે, મહિલા જામનગરના રોઝી બંદર વિસ્તારમાંથી મળી આવેલ હોય. તેમની ઉંમર આશરે 60વર્ષની છે. “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નિહારીકાબેન પિપરોતર દ્વારા આ મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેનું નામ જણાવેલ. જે આંખે જોઈ શકતા નથી તેમજ માનસિક અસ્વસ્થ હોય. ત્યારબાદ અરજદારને કોઈ પણ અન્ય માહિતી આપેલ ન હોય. મહિલાને આશ્રયની જરૂરીયાત હોવાથી સેન્ટર પર આશ્રય આપવામાં આવ્યો હતો. ​​​​​​​સેન્ટરના કર્મચારીઓ દ્વારા બહેનનું કાઉન્સેલિંગ કરતા બહેન યોગ્ય પ્રતિસાદ આપતા ન હોય. તેથી બહેનને સેન્ટર દ્વારા યોગ્ય વાતાવરણમાં ઢાળવામાં આવેલ. તેમજ બહેનની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સેન્ટર દ્વારા તા.3-1-2023ના રોજ જામનગરના માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ ગયેલ અને ત્યાં બહેનની સારવાર કરાવેલ. ત્યારબાદ બહેન સાથે વાતચીત કરતા જણાવેલ કે તેઓ વલસાડ જીલ્લાના વાપી તાલુકાના ચીખલી ગામના હોય તેથી સેન્ટર દ્વારા વાપી તાલુકાના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરેલ અને બહેન વિશે પૂછપરછ કરતા જાણવા મળેલ કે ત્યાંથી આવા કોઈ બહેન ગુમ થયેલ નથી.

હાલ બહેનની સાર-સંભાળ લેવાવાળું કોઈ ન હોઈ અને બહેનને લાંબાગાળાના આશ્રયની જરૂરિયાત હોવાથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા સમગ્ર હકીકત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલને જણાવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરની ટીમએ વૃદ્ધ અને અંધ લોકોને આશ્રય આપતી વિવિધ સંસ્થાનો સંપર્ક કરેલ. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’ દ્વારા અંધ મહિલાને પ્રવેશ આપવા તૈયાર દર્શાવતા “સખી” વન સ્ટોપ સેન્ટરના દ્વારા બહેનની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી તા.8-1-2023 ના રોજ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નિહારિકાબેન પિપરોતર અને કેસ વર્કર હીનાબેન કેશવાલા દ્વારા બહેનને સુરેન્દ્રનગર જિલ્લાના ‘પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ’ ખાતે આશ્રય અપાવેલ.

અન્ય સમાચારો પણ છે...