જામનગરમાં વિશ્વ વિખ્યાત સંત પૂ. સાધરામજી તથા તેમના સેહજાદા રોહિત લાલજીનું ભવ્ય સ્વાગત અને આગમન તા. 21ને શનિવારે સાંજે 7 વાગ્યે કિશનચંદ પોકરમલ વાલકેશ્વરી નગરી તેમના નિવાસ સ્થાને તથા ભવ્ય સ્વાગત શોભાયાત્રા પવન ચક્કીથી રાત્રે 8 વાગ્યે તેમજ લંગર પ્રસાદ રાત્રીના 8 થી 10 વાગ્યે નાનકપુરી મદિરે અને સંતનું સત્સંગ ઉત્સવ રાત્રે 10 થી 12 વાગ્યે સંત કંવરરામ મંદિરે રાખવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સિંઘી સમાજના ભાઇઓ તથા બહેનોએ સત્સંગ ઉત્સવનો લાભ લેવા જામનગર સિંધી સમાજ તથા કંવરરામ મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમની તૈયારી માટે પૂર્વ મંત્રી અને સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટરની આગેવાનીમાં કિશનચંદ પોકરમલ, પ્યારેલાલ રાજપાલ, ઓધવદાસ ભુગડોમલ, કિશોર સંતાણી, કંવરરામ મિત્ર મંડળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.