ઇન્દ્રપ્રસ્થ ઇમારતનો બનાવ:જામનગરમાં કોમ્પ્લેક્ષના પાંચમા માળે આપઘાત કરવા ઉભેલી સગીરાને બચાવાઇ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયરના જવાનોએ હાથ પકડી સગીરાનું રેસ્કયુ કર્યું
  • નીચે નેટ પાથરવામાં આવી હતી: બનાવનું કારણ જાણવા પોલીસની તપાસ

જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેકક્ષના પાંચમા માળે સગીરા આપઘાત કરવા ચડતા ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ નીચે નેટ પાથરી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન જવાનોએ ઉપર જઇ સગીરાનો હાથ પકડી બચાવી લીધી હતી. સગીરાએ શા માટે આ પગલું ભર્યું તેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર પંચેશ્વર ટાવર પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેકક્ષના પાંચમા માળે રવિવારે સવારે 7.20 વાગ્યાની આસપાસ સગીર યુવતિ આપઘાત કરવા ચડી હતી અને છજા પર ઉભી રહી ગઇ હતી.

બનાવ અંગે પોલીસ કન્ટ્રોલમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સગીરાને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત કોમ્પલેકક્ષના પટાંગણમાં નેટ પાથરી ફાયરના જવાનો ઉપર ગયા હતાં. જયાં પાંચમા માળે છજા પર ઉભેલી સગીરાનો હાથ પકડી તેણીને બચાવી લેવામાં આવી હતી. આપઘાત કરવા ચડેલી સગીરા 15 થી 17 વર્ષની વયની અને કડિયાવાડ વિસ્તારમાં રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે, શા માટે સગીરાએ આ પગલું ભર્યું તેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...