જોડિયા તાલુકાના જીરાગઢ ગામે પોતાના ભાઇ સાથે અજમેર જવા માંગતી સગીરાને તેના પિતાએ ના પાડતા લાગી આવતા સવારના ભાગે ઘરે રૂમમાં પંખામાં દુપટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પેાલીસે તેના પિતાની જાહેરાત પરથી તપાસ હાથ ધરી છે.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા કાદરભાઇ મુસાભાઇ સોઢાની 16 વર્ષની સગીર પુત્રી જુમીલાબેનને તેના ભાઇ સાથે અજમેર જવાની ઇચ્છા હોય, પરંતુ તેના પિતાએ અજમેર જવાની ના પાડતા તેણીને મનમા લાગી આવતા સવારના 10 વાગ્યાના સુમારે ઘરમાં એકલી હતી.
ત્યારે પોતાના હાથે ઘરના રૂમમાં પંખા સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગેની જાહેરાત તેના પિતા કાદરભાઇએ પોલીસમાં કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. જોડિયા તાલુકાના જીરાગઢ ગામે નાની એવી વાતમાં આપઘાતનો બનાવ બનતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તેમજ ગામમાં શોક ફેલાઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.