તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જિલ્લા પંચાયતની ICDS શાખામાં ભરતીમાં સગાવાદ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જામનગર જિ.પં.ના કોંગ્રેસના સદસ્યની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

જામનગર જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખામાં જુદી જુદી કેડરની આઉટસોર્સથી ભરતીમાં સગાવાદ ચલાવી મેરીટને ધ્યાનમાં લીધા વગર લાગતા વળગતાની નિમણૂંક કરવામાં આવી હોવાની ચોંકવાનારી રજૂઆત ડીડીઓને કરવામાં આવતા ચકચાર જાગી છે.

જામનગર જિલ્લા પંચાયતના કોંગી સદસ્ય અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હેમત ખવાએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જિ.પં.ની આઇસીડીએસ શાખા હેઠળ જુદી જુદી કેડરમાં વર્ગ-3 માં આઉટ સોર્સથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ જે ભરતી કરવામાં આવી છે તે સગાવાદને ધ્યાને લઇ કરાઇ છે.

નિયમાનુસાર મેરીટ કે અનુભવ ધ્યાને લેવામાં આવ્યો નથી. આ બાબતે મળેલી ફરિયાદ અનુસાર આઇસીડીએસ તથા અન્ય શાખાના અધિકારીના નજીકના તથા ડીડીઓ કાર્યલયના કર્મચારીના સગાને કોઇપણ મેરીટ ધ્યાને લીધા વગર નિમણૂંક કરવામાં આવી છે. આથી ખરેખર લાયક ઉમેદવાર નિમણૂંકથી વંચિત રહી ગયા છે. આથી આ ભરતી રદ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો