તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની ગુપ્ત તપાસ:જામનગરના એક પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી જયેશ પટેલના સાગરિત ?, જામનગર પોલીસની ગુપ્ત તપાસમાં કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીનું નામ આવતા પોલીસબેડામાં ભારે ખળભળાટ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા જયેશ પટેલ અને તેના વ્હાઈટ કોલર સાગરિતોની હાઈ પ્રોફાઈલ કેસમાં જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા એક ઉચ્ચ અધિકારીનું નામ ખાનગી રાહે તપાસમાં બહાર આવતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી આ અધિકારીનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં તેના પર ગાજ ઉતરે તેવી પૂરી શક્યતાઓ વચ્ચે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે મૌન સેવી લીધું છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરમાં લાંબા સમયથી જમીન દબાણ અને ખંડણીના જે મામલા ચાલતા હતા.

તેની ગંભીર નોંધ લઈને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પોલીસવડા તરીકે દીપન ભદ્રનને મૂક્યા બાદ આખી નવી ટીમ જામનગરમાં મૂકવામાં આવી જેણે પૂર્વ પોલીસકર્મી, બિલ્ડરો, વકીલ, હવાલા સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ વગેરેનું બનેલા આખા નેટવર્કનો પર્દાફાશ કરી 12 લોકોની ધરપકડ કરી ગુજસીટોકનો કાયદો લગાડીને જેલમાં ધકેલી દીધા છે.

દરમિયાન આ આખા નેટવર્કમાં જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા અને જામનગરના વેપારી, ધંધાદારીઓ અને કથિત ગુનેગારો સાથે સંબંધ ધરાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીનું પણ નામ લાંબા સમયથી ચર્ચામાં આવી રહ્યું છે. પોલીસ ગુપ્ત રાહે તપાસ કરીને વિગતો મેળવી રહી છે જેથી આ અધિકારી પર મજબૂત પુરાવા સાથે ગાળિયો કસી શકાય. પોલીસના આ અધિકારીની ઘણા પ્રકરણોમાં ભુંડી ભૂમિકા રહી છે જે તપાસમાં સામે આવી છે જેના કારણે અધિકારી તપાસની રડારમાં છે. આગામી દિવસોમાં તેના પર ગાજ ઉતરે તેવી પૂરી શક્યતાઓ વચ્ચે ખાનગી રાહે તપાસ ચાલી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ મામલે મૌન ધારણ કરીને પ્રકરણને વધુ ભેદી બનાવી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીની સંડોવણીની વાત બહાર આવતા જ પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે અને તરેહ-તરેહની ચર્ચાઓ અને અફવાઓથી બજાર ગરમ બન્યું છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ વિસ્ફોટની શક્યતાઓ જોવાઈ રહી છે તો આ અધિકારી ઉપર શું પગલાં લેવાય તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો