સહાય વિતરણ:ઓખા બંદરે આજે સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબીનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોહાણા સમાજ વાડી, ઓખા બંદર ખાતે 5 માર્ચ, 2022ના બપોરે 2.30 વાગ્યે ભારત સરકાર અને ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગ સંબંધિત કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથોહાથ મળી રહે તે માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને માછીમારોના વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણનો સેવા યજ્ઞ સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી ર્ડો. સંજીવ કુમાર બાલીયાન, સૂચના અને પ્રસારણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ર્ડો. એલ. મુરૂગન, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, કલ્પસર અને મત્સ્યદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી તથા દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રીજેશ મેરજા, ભારત સરકાર મત્સ્યપાલન સચિવ જે.એન.સ્વેન, ભારત સરકાર સંયુક્ત સચિવ જે.બાલાજી અને ગુજરાત સરકારના મત્સ્યદ્યોગ સચિવ નલિન ઉપાધ્યાય તેમજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ સાગર પરિક્રમા કાર્યક્રમ–2022 અંતર્ગત મત્સ્યદ્યોગ અને પશુપાલન વિભાગની યોજનાઓના વિવિધ લાભાર્થીઓના રૂપિયા 20 લાખથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...