ગૌરવ​​​​​​​:આંતરરાષ્ટ્રીય કક્ષાની અશ્વ હરિફાઇમાં જામનગરના લોઠિયા ગામનો કેસરીયા અશ્વ પ્રથમ રનર અપ થયો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશ્વએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે

જામનગર નજીક આવેલા લોઠિયા ગામનો કેસરિયા નામનો અશ્વ આંતરરાષ્ટ્રીય કક્ષાની અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ અશ્વએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. અશ્વ વિશે કહેવાય છે કે, અશ્વ ખુબ જ ગર્વવંતા અને સમજદાર હોય છે. જામનગર શહેર નજીક લોઠીયા (વજાપર) ગામના ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુ પાસે 7 અશ્વ છે. જેમાં કેસરિયા નામનો અશ્વ ખૂબજ લોકપ્રિય છે. કારણ કે, કેસરિયા અશ્વએ વર્ષ-2017 માં રાજસ્થાનના સાયલામાં યોજાયેલી અશ્વ સ્પર્ધામાં અદંત વછેરા એટલે કે 2 વર્ષની ઉંમરના ઘોડાની કેટેગરીમાં પ્રથમ રનર અપ થયો હતો.

જયારે વર્ષ-2019 માં મહારાષ્ટ્રના શારંગખેડામાં યોજાયેલી હરીફાઇમાં બેદંત એટલે કે 2.5 થી 3.5 વર્ષના અશ્વની કેટેગરીમાં અને વર્ષ-2020માં ગુજરાના જસરા ગામે યોજાયેલી અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો હતો. ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ હરીફાઇમાં સ્ટેલિયન એટલે કે નર અશ્વની કેટેગરીમાં પણ પ્રથમ રનર અપ થયો હતો. કેસરિયા અશ્વએ જુદી-જુદી શ્રેણીઓમાં વિજેતા થઈ જામનગરની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...