સમાજ સેવા:ભિક્ષાવૃતિ કરતા બાળકોને શિક્ષણ-સંસ્કાર દેવાનો યજ્ઞ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝૂંપડપટ્ટી કેળવણી મંડળ દ્વારા પાંચ વર્ષથી ચાલતું પ્રેરણાત્મક કાર્ય, 60 બાળકો અભ્યાસ કરી રહ્યા છે

જામનગરમાં છેલ્લા પાંચ વર્ષથી રણજીતસાગર રોડ પર આવેલી ખાનગી શાળાની લોબીમાં ઝૂંપડપટ્ટી કેળવણી મંડળ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ભીખ માંગતા અટકાવી અક્ષર જ્ઞાનની સાથે સ્વાસ્થ્ય અને સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. જેમાં 50 થી 60 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ઝૂંપડપટ્ટી કેળવણી મંડળના ઉપપ્રમુખ નરેશભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ઝુપડપટ્ટી કેળવણી મંડળ ચાલુ કરવાની પ્રેરણા મારા પત્ની નર્મદાબેન ભંડેરી આપી છે.

શરૂઆતમાં એક વર્ષ અન્ય ટ્રસ્ટ હેઠળ સામાજિક કાર્યકર્તા હતા. આ દરમ્યાન ઝૂપડપટ્ટીના બાળકોને ભીખ માગી અટકાવી અક્ષરજ્ઞાન વિચાર આવતા હું અને મારા પત્ની તથા રાજુભાઈ ત્રિવેદી, પિયુષભાઈ પાટડીયાએ ટીમ બનાવી 11 ઝૂપડપટ્ટીના બાળકો સાથે રણજીત સાગર રોડ પર ખાનગી સ્કૂલની લોબીમાં અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરી હતી.

બાળકોને અક્ષર જ્ઞાનની સાથે સ્વાસ્થ્ય અને સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. પહેલા માત્ર ઝૂપડપટ્ટીના બાળકોનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ હવે મજૂરીકામ કરતા વ્યક્તિઓના બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ 15 છોકરીઓ સહિત કુલ 60 છોકરાઓ અભ્યાસ માટે આવી રહ્યા છે.

તહેવારોને અનુરૂપ સ્પર્ધાનું આયોજન, રમતગમતના કાર્યક્રમ
બાળકોને અક્ષરજ્ઞાન સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે યોગ, રમત ગમતના કાર્યક્રમો કરવામાં આવે છે. ઉપરાંત તહેવારના દિવસોમાં તેને લગતી વિવિધ સ્પર્ધાઓ જેમકે રંગોળી સ્પર્ધા, તહેવાર અનુરૂપ ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે.

કોરોના કારણે શૈક્ષણિક કાર્ય બંધ, દિવાળી બાદ સંભવત:શરૂ કરાશે
કોરોના મહામારીને કારણે હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે. પરંતુ દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓને દરરોજ અલગ અલગ વિષય શિક્ષક દ્વારા અક્ષરજ્ઞાન દેવામાં આવે તેવું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છીએ જે માટે દિવાળી બાદ સેવા આપી શકે તેવા શિક્ષકો સાથે મીટીંગ યોજવામાં આવશે.> ડો. નરેશભાઈ ભંડેરી, ઉપપ્રમુખ, ઝુપડપટ્ટી કેળવણી મંડળ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...