સુવિધા:જામનગરની શિક્ષણ સમિતિની શાળામાં સુવિધા વધારવા રૂ.1.53 કરોડ ખર્ચાશે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ નાકાથી મોકંરડા બ્રીજ સુધી રૂ.1.33 કરોડના ખર્ચે રોડ બનાવાશે
  • નગરસેવકોને 10, પદાધિકારીઓને 50 એલઇડી લાઇટ ફીટ કરાવી શકશે

જામનગરની શિક્ષણ સમિતિની શાળામાં સુવિધા વધારવા રૂ.1.53 કરોડ ખર્ચાશે. કાલાવડ નાકાથી મોકંરડા બ્રીજ સુધી રૂ.1.33 કરોડના ખર્ચે રોડ બનાવાશે. નગરસેવકોને 10, પદાધિકારીઓને 50 એલઇડી લાઇટ ફીટ કરાવી શકશે. જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજય સરકારના જી.આર મુજબ કોન્ટ્રાકટરોને ચૂકવવાના થતા સ્ટાર રેઇટ અને કિંમત એકસેલેશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્ટ્રેન્ધનીંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટી માટે રૂ.1.53 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. શહેરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી મોરકંડા ગામના બ્રીજ સુધીના રોડને ડામર કાર્પેટ કરવાના કામ માટે રૂ.1.33 કરોડ મંજૂર કરાયા હતાં. શહેરના નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રોલ ઝોનમાં સ્પીડબ્રેકર સહિતના રોડના કામ માટે રૂ.1.18 કરોડનો ખર્ચ કરાશે.

લાલપુર બાયપાસ જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવાના કામ અંગે કન્સ્લટન્સી સર્વિસ મંજૂર કરવામાં આવી છે. શહેરના જુદા-જુદા 10 ઇએસઆરના ઓપરેશન અને મેઇનટેન્સના કામ અંગે રૂ.31.38 લાખ ખર્ચાશે. લાલપુર રોડ પર પાનની દુકાનની અંદર તરફ જતા ડીપી રોડ ઉપર આરસીસી બોકસ કેનાલ બનાવવાના કામ માટે રૂ.81.89 લાખ મંજૂર કરાયા છે. દરેક નગરસેવકને 10, પદાધિકારીઓને 50 એલઇડી લાઇટ ફાળવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...