તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂા. 9.50 લાખનો દારૂ પકડાયો, આરોપી નહીં! પોલીસે 1 બાઇક પણ કબજે લીધું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના ગોડાઉનમાં સંતાડાયેલી 1860 બોટલ પકડાઈઃ રાજકોટનો આરોપી પલાયન

કાલાવડના નાના વડાળા ગામની સીમમાં આવેલા એક ખેતર સ્થિત ગોદામમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી અંગ્રેજી શરાબની જુદી જુદી 4 બ્રાન્ડની 1860 બોટલ મળી આવી છે. આ જથ્થો જેનો માનવામાં આવી રહયો છે તે ખેતરમાલિક રાજકોટનો શખ્સ પલાયન થવામાં સફળ થયો છે. પોલીસે શરાબ તેમજ હેરાફેરીમાં વપરાયેલું મનાતું બાઈક મળી રૂપિયા સાડા નવ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી બાતમી પરથી પોલીસે દરોડો પાડી હાલમાં રાજકોટના સદ્ગુરુ નગરમાં વસવાટ કરતાં કુલદીપસિંહના ખેતરમાં બનાવવામાં આવેલા ગોદામની પોલીસે તલાસી લેતાં તેમાં રાખવામાં આવેલી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 1860 બોટલ મળી આવી હતી. જેમાં મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની વ્હીસ્કીની ૯૯૬ બોટલ, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમિયમ વ્હીસ્કીની ૩૧૨ બોટલ, બ્લેન્ડર્સ પ્રાઈડ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કીની 408 બોટલ, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હીસ્કીની 114 બોટલ સ્થળ પરથી સાંપડી હતી. અંદાજે રૃપિયા 9,30,000ની કિંમતનો શરાબનો જથ્થો કબ્જે કરી લીધો છે. તે ઉપરાંત ખેતરમાલિક કુલદીપસિંહ દ્વારા શરાબની હેરાફેરી કરવા માટે ત્યાં રાખવામાં આવેલું જીજે-11-કયુ-5328 નંબરનું મોટર સાયકલ પર ઝબ્બે લેવામાં આવ્યું છે. પોલીસના દરોડા પહેલાં કુલદીપસિંહ પોબારા ભણી ગયો હતો. પોલીસે તેના સગડ દબાવ્યા છે. શનિવારે રાત્રે ગુલાબનગર પાસેથી 1500 બોટલ સાથે એક ટ્રક ઝડપાયા પછી ત્રીજા દિવસે વધુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાંથી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...