તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોટા વડાળામાં 2 દુકાનને નિશાન બનાવી રૂપિયા 71 હજારની ચોરી

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મધરાતે કળા કરી નાસી છૂટેલા ઉઠાવગીરને દબોચી લેવા કવાયત
 • તસ્કર જૂના નવા મોબાઈલ અને કપડા પણ ઉસેડી રફૂચક્કર થયા

કાલાવડ તાલુકાના મોટા વડાળામાં એક મોબાઇલ શોપ અને એક કપડાની દુકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર અંદરથી જુના અને નવા મોબાઇલ,એસેસરીઝ અને કપડાની જોડી વગેરે મળી રૂ.71 હજારની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.મધરાતે હાથફેરો કરી નાશી છુટેલા તસ્કરને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. એક જ રાતમાં બબ્બે દુકાનમાં ચોરી થવાથી નાનકડા એવા ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતા અને સાદપભાઇ સતારભાઇ પોપટપૌત્રા નામના વેપારી યુવાનની સંજરી મોબાઇલ શોપમાં મધરાતના સુમારે શટ્ટર પાસે ખાડો ખોદી ઉંચુ કરી અંદર ધુસેલા તસ્કર ટેબલના ખાનામાંથી રોકડ રકમ રૂ.1300 ઉપરાંત નવા અને જુના મોબાઇલ ફોન ઉપરાંત્ એસેસરીઝ, હેડ ફોન વગેરે માલમતા ચોરી કરી લઇ ગયા હતા. આ ઉપરાંત તસ્કર બાજુમાં આવેલી સંજરી રેડીમેઇડ નામની દુકાનને પણ નિશાન બનાવી અંદરથી છબાળકોના શર્ટના બે બાંધા અને બે લેપટોપ બેગ વગેરે સહિત કુલ મળી રૂ.71,100ની માલમતા બંને સ્થળેથી ચોરી કરી લઇ ગયા હતા.

ચોરીના આ બનાવની દુકાન સંચાલક સાદાપભાઇની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.તસ્કરીના આ બનાવે નાના એવા ગામમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો