ગ્રામજનોને રાહત:જામનગર તાલુકામાં ભારે વરસાદના કારણે નુકસાન થયેલા માર્ગ અને કોઝવેના કામ માટે 7 કરોડ રૂપિયા મંજૂર કરાયા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ, નાળા, કોઝવે અને રોડના કામ મંજૂર કરવામા આવ્યા

જામનગર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે માર્ગ, કોઝવે અને પુલિયાને ભારે નુકસાન થયા બાદ રા્જય સરકાર તરફથી 7 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામા આવી છે. જેના કારણે ગ્રામજનોએ રાહત અનુભવી છે.

નવાનાગના, જુનાનાગના કોઝવેના સ્થાને મેજર બ્રિજ રૂ.224 લાખ, રોજીયા થી વંથલી રોડ ડેમેજ માઇનોર બ્રિજના સ્થાને નવો માઇનોર બ્રિજ રૂ.200 લાખ, નંદપર ગાયત્રી નગર થી વિરપુર રોડ ડેમેજ કોઝવેના સ્થાને માઈનોર બ્રીજ રૂ125 લાખ, જીવાપર- બાલભડી ગાડુકા રોડ જર્જરિત માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજ રૂ.50 લાખ બનાવવામાં આવશે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, મૂળભૂત માળખાકીય સુવિધાના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાઘવજી પટેલે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...