તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભામાં ધમાલ:રૂ. 2 કરોડના ખર્ચે 56 ચેકડેમ-તળાવ રીપેર કરાશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના દેકારા વચ્ચે લેવાયેલો નિર્ણય
  • તળાવો રીપેર કરવાના કામમાં અમારા વિસ્તારનાે સમાવેશ કરાયો નથી: વિપક્ષે આરોપ લગાવ્યો

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના દેકારા વચ્ચે રૂ. 2 કરોડના ખર્ચે 56 ચેકડેમ-તળાવ રીપેર કરવાનો નિર્ણય કરાયો હતો. આ કામમાં અમારા વિસ્તારનો સમાવેશ ન કરાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચાલુ અંદાજપત્રમાં કરેલી જોગવાઇ અનુસાર સિંચાઇ વિભાગ હસ્તકના હયાત 56 ચેકડેમ, તળાવ રીપેર કરવા સ્વભંડોળમાંથી રૂ.2 કરોડનો ખર્ચ કરવાની સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્ય જે.પી.મારવીયાએ ચેકડેમ અને તળાવ રીપેરીંગના કામમાં વિપક્ષના સભ્યોના વિસ્તારોનો સમાવેશ ન કરાયાનો આક્ષેપ કર્યો હતો.

કામ નથી થતા: શાસક પક્ષના સભ્યનો જ રોષ
શાસક પક્ષના સભ્ય હસમુખભાઇ કણજારિયાએ જણાવ્યું હતું કે, અમે ચૂંટાયેલા સભ્ય છીએ. આમ છતાં અમારા કામ થતા નથી. આથી અમારે અમારા વિસ્તારમાં જવું કેમ તેવો આક્રોશ વ્યકત કરતા સામાન્ય સભામાં સોપો પડી ગયો હતો. પ્રમુખે કહ્યું હતું કે, હાલ સ્ટાફ ઓછો હોય કામ અટકયા છે.

અન્ય સમાચારો પણ છે...