સેવાકાર્ય:લોકડાયરામાં એકત્ર રૂા. 51 લાખ સેવાકીય કાર્યમાં અપાયા, ગૌશાળા, આશ્રમ, વિકાસગૃહનો સમાવેશ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર દ્વારા આયોજીત ભાગવત જ્ઞાનયજ્ઞના ધાર્મિક આયોજનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. કથા દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધાર્મિક કાર્યમાં પોથી પૂજન, આરતી, લોકડાયરામાં કલાકારો પર ધનની ઉછામણી સહિત કોઈપણ પ્રકારની દાન-ભેટ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.

ત્રિના આવા લોકસાહિત્ય અને મનોરંજક કાર્યક્રમોમાં કલાકારો ઉપર ધનવર્ષા કરવામાં આવે તેવી સૌરાષ્ટ્રમાં પરંપરાના કારણે સાતેય દિવસના લોકડાયરામાં કલાપ્રેમીઓએ કોથળાં ભરી ભરીને ચલણી નોટોની હેલી વરસાવી હતી. કથા સંચાલન-સંકલન સમિતિના સભ્ય મેરામણ ભાટુએ જણાવ્યું હતું કે, જ્ઞાનયજ્ઞ દરમિયાન રાત્રી કાર્યક્રમના કલાકારો પરની આ સંકલિત ધનવર્ષા રૂ.46 લાખ થઇ હતી.

​​​​​​​જેમાં યજમાન હકુભા જાડેજાએ વધુ રૂ.5 લાખ ઉમેરી રૂા.51 લાખ સેવાકાર્યમાં અર્પણ કર્યા છે. જેમાં પોરબંદરના સાંદીપનિ આશ્રમની ગૌશાળામાં રૂા. 5 લાખ, ખીજડા મંદિર ગૌશાળામાં રૂ.5 લાખ, મોટી હવેલી ગૌશાળામાં રૂા.5 લાખ, આણદાબાવા સેવા સંસ્થાની સ્વાસ્થ્ય સંબંધી સેવાર્થે રૂ.5 લાખ, કબીર આશ્રમની સ્વાસ્થ્ય સંબંધી સેવામાં રૂા.5 લાખ, સ્વામિનારાયણ મંદિરની સેવા પ્રવૃત્તિ માટે રૂા. 5 લાખ, બીએપીએસ હસ્તકની સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિ માટે રૂા. 5 લાખ, જામ રણજીતસિંહ વૃદ્ધાશ્રમ, એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ, વસઈ વૃદ્ધાશ્રમ, તપોવન વૃદ્ધાશ્રમ, અંધાશ્રમ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, બાલા હનુમાન સંકીર્તન મંદિર, નાલંદા વિદ્યા વિહારમાં રૂ. 1-1 લાખ અર્પણ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...