ખેડૂતોમાં આનંદની લાગણી:મગફળી, અડદ તથા તુવેરમાં રૂા. 300, મગમાં રૂા. 480, તલમાં રૂા. 523, કપાસમાં રૂા. 355 ભાવ વધારો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન દ્વારા ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો જાહેર કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી

ખરીફ ઋતુ 2022-23ના મુખ્ય 14 પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા જેના ભાગ રૂપે વડાપ્રધાન દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે.

ખરીફના 14 પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકા થી 85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂ.92 થી 523 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300નો વધારો કરી ટેકાનો ભા રૂ.5850, તુવેર પાકમાં રૂ.300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.6600, મગ પાકમાં રૂ.480 નો વધારો કરી ટેકાનો ભાવ 7755, તલ પાક માં રૂ.523નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.7830, અડદ પાક મા રૂ.300 નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.6600, કપાસ પાકમાં રૂ.355 નો વધારો કરી રૂ.6380 ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...