સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:જામનગરમાં ભૂગર્ભ ગટર, પાઈપલાઈન માટે રૂ.122 લાખ ખર્ચાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.જી. હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરથી ગાયનેક વિભાગ સુધી આસ્ફાલ્ટ પેચવર્ક કરવામાં આવશે

જામનગર મહાનગર પાલિકાની ગુરૂવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ફકત વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે મળી હોય તેમ ભૂગર્ભ ગટર, પાઇપલાઇનના કામ માટે રૂ.122 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. જી.જી.હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરથી ગાયનેક વિભાગ સુધી આસ્ફાલ્ટ પેચવર્ક થશે. બેઠકમાં શહેરમાં પાર્કિંગ પોલીસીનો સૈંધ્ધાતિક સ્વીકાર કરાયો હતો.

જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં સાઉથ અને ઈસ્ટ ઝોન માટે ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલના કામ માટે વધારાનો રૂ.35.40 લાખ, નોર્થ ઈસ્ટ ઝોન માટે વધારાનું વાર્ષિક રૂ.23.61 લાખ, નવાગામ (ઘેડ) વિસ્તારમાં બાકી રહેલા ભૂગર્ભ ગટરના હાઉસ કનેકશન લાઈન-ચેમ્બરો બનાવવા વધારાના રૂ.31.50 લાખ, વોર્ડ નંબર 2, 3, 4 માં ચરેડા સીસી રોડના કામો માટે રૂ.10 લાખ, પવનચક્કી ઝોન વિસ્તારમાં પાઈપ લાઈન નેટવર્કના કામ માટે વધારાનો રૂ.2.01 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. પાબારી, બેડી અને સમર્પણ ઈએસઆરમાં માનવ શક્તિ પુરી પાડવા માટે વધારાનો રૂ.1.55 લાખ, ડંકી વિભાગ માટે છકડો રિક્ષા ભાડે રાખવાના કામનું વધારાનું રૂ. 11 હજાર, રણજીતનગર ઝોનમાં પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાનું રૂ.80 હજાર, ગુલાબનગર ઝોન વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાનો રૂા.2.75 લાખને બહાલી અપાઇ હતી.

શહેર ઈએસઆર ઝોન વિસ્તારમાં વાલ્વ રીપેરીંગના કામ માટે વધારાનું રૂ.1.49 લાખ, મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્કના કામ માટે રૂા.94000, જામનું ડેરૂં અને પાબારી ઝોનમાં પાઈપલાઈન નેટવર્કમાં કામ માટે વધારાનું રૂ.2.18 લાખ, શંકરટેકરી ઝોનના પાઈપલાઈન નેટવર્કના કામ માટે વધારાના રૂ.2.58 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. તદઉપરાંત શહેર પાર્કિંગ પોલીસ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ હોલ પાસે ગ્રીન બેલ્ટમાં મેઈન્ટેનન્સ માટે ખાતાકીય કામ કરાવવા ઠરાવ કરાયો હતો. જી.જી. હોસ્પિટલમાં ગાયનેક, કોવિડ વિભાગથી આર્મી ગેઈટ સુધી આસ્ફાલ્ટ પેચવર્કનું કામ માટે રૂ.8.17 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...