તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરથી ભાસ્કરનો ગ્રાઉન્ડ રીપોર્ટ:ક્યાંક રસ્તાઓ ધોવાયા તો ક્યાંક પશુના મૃતદેહો રઝળે છે; ખેતરોમાં પાણી ઘૂસ્યાં તો ઘરવખરી વેરવિખેર બની

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
હડીયાણા-બાદનપર વચ્ચે બે સ્થળે પુલનુ ધોવાણ - Divya Bhaskar
હડીયાણા-બાદનપર વચ્ચે બે સ્થળે પુલનુ ધોવાણ
  • જામનગર, કાલાવડ અને જોડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં તારાજી સર્જાઇ: ગ્રામજનો ચિંતાતુર
  • અલીયા, બાડા, મોડા, ધુંવાવ, ખીજડીયા, વાગડીયા, વાણીયા ગામ, મોડા, કોંઝા સહિતના ગામોમાં નુકસાન, 350થી વધુ પશુએ જીવ ખોયા
  • દોઢ ડઝન આંતરીક માર્ગોને વ્યાપક નુકસાન : આવાગમન પ્રભાવિત

જામનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સોમવારે અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર વ્યાપક નુકશાની સર્જાયાનુ સામે આવી રહયુ છે.જામનગર અને કાલાવડ ગ્રામ્ય પંથકમાં પ્રાથમિક તબકકે જ અઢીસોથી વધુ પશુઓએ જીવ ગુમાવ્યા છે તો લગભગ દોઢ ડઝન જેટલા માર્ગોનુ પણ ઘોવાણ થયુ હોવાનુ બહાર આવ્યુ છે.ગ્રામ્યના નિચાણવાળા વિસ્તારોના અનેક ઘરો પણ જળબંબોળ બનતા ઘરવખરી સહિતને વ્યાપક નુકશાન થયુ છે.

પશુઓના મૃતદેહો આમથી તેમ રઝળી રહ્યા છે
પશુઓના મૃતદેહો આમથી તેમ રઝળી રહ્યા છે

કાલાવડ અને જામનગર ગ્રામ્યમાં સોમવારે મુશળધાર વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી.બંને તાલુકાના લગભગ સવા બે હજારથી વધુ લોકોને વરસાદી પુરના પગલે સલામત સ્થળે ખસેડાયા હતા. જામનગરની ભાગોળે આવેલા અલીયા ગામે મેઘતાંડવે જનજીવન ખોરવી નાખ્યુ હતુ.ગામના ગાંધીનગર(હબીબનગર), ગૌશાળા, વોકંળાના કાંઠાના વિસ્તાર ઉપરાંત મોડા માર્ગ, કૈલાશ સોસાયટી વિસ્તારોના મોટા ભાગના ઘરો જળબંબોળ થયા હતા.જેના પગલે 25થી વધુ લોકોને વરસાદ વચ્ચે રેસ્કયુ કરાયા હતા. વરસાદી પુર ઓસરતા ઘીરે ધીરે ખાનાખરાબીનો ચિતાર પણ સામે આવી રહયો છે. ગામમાં પ્રાથમિક અંદાજ મુજબ 300થી વધુ અબોલ પશુએ જીવ ગુમાવ્યા છે તો અલીયાને બાડા સાથે જોડતો જાંબુડા પાટીયા તરફ જતા નદી પરના પુલનુ ધોવાણ થતા અવર જવર બંધ થઇ છે.

અનેક ઘરો વરસાદમાં ધોવાઈ ગયા
અનેક ઘરો વરસાદમાં ધોવાઈ ગયા

ગામના અમુક ઘરોની દિવાલ ધરાશાયી થઇ છે તો અનેક ઘરોની ઘરવખરી પણ પુરના પાણી તાણી ગયા હતા.કોંઝા ગામે પણ વરસાદી પુરના કારણે 25થી વધુ પશુઓએ જીવ ખોયા છે. કાલાવડના બાંગા, નવાગામ, ખંઢેરા, ગોરણીયા, દુધાળા, મોટી માટલી સહિતના પંથકમાં પણ પશુધનને વ્યાપક નુકશાન થયાનુ સ્થાનિકો જણાવી રહયા છે.પ્રાથમિક અંદાજ મુજબ 18થી વધુ પશુઓએ જીવ ખોયા છે.

હડીયાણા-બાદનપર વચ્ચે બે સ્થળે પુલનુ ધોવાણ
જોડીયાથી હડીયાણા તરફ જતા માર્ગ પર જુદા જુદા બે સ્થળે કોઝ વે પર પાણી ફરી વળતા વ્યાપક ધોવાણ થયુ છે.માર્ગ પર ફુટ-ફુટના ડામરના ખાડાઓના પગલે અવર જવર મુશ્કેલ બની છે. આ માર્ગ પર દર વર્ષે આ સમસ્યા સર્જાય છે છતા તંત્ર દ્વારા નકકર કામગીરીને બદલે થુંકના સાંધા કરવામાં આવતા આક્રોશ ઉઠયો છે.

અલીયા ગામમાં વીજથાંભલા તણાયા, વીજળી ગુલ
અલીયા ગામે ભારે વરસાદી પુરના પગલે ઠેર ઠેબ વિજ થાંભલા તણાતા વિજ પુરવઠો ઠપ્પ થયો છે.અનેક સ્થળોએ વિજ પોલ ધરાશાયી થતા સંપુર્ણપણે વિજ પુરવઠો પુવર્વત કરવા માટે વિજ તંત્રે પણ કવાયત હાથ ધરી છે.

જામનગર-કાલાવડ હાઇવે હજુ પણ બંધ
કાલાવડને જામનગર સાથે જોડતા હાઇવે પર હરીપર-ખંઢેરા નજીક બેઠા પુલને વ્યાપક નુકશાનને પગલે અવર જવર બંધ કરાઇ છે.જે માટે વૈકિલ્પક માર્ગે આવા ગમન થઇ શકશે.

અલીયાના કાંઠાળ વિસ્તારમાં પશુના મૃતદેહ
અલીયા ગામે નદી-વોંકળામાં ઘોડાપુર આવતા ભેંસ,ઘેટા-બકરા સહિતના ત્રણસોથી વધુ પશુ તણાતા અમુક પશુઓના મૃતદેહ પાણી ઓસર્યા બાદ કાંઠાળ વિસ્તારમાં મળ્યા હતા.

ધસમસતા પાણીના પ્રવાહની વાહનોને થપાટ
અલીયાના નિચાણવાળા વિસ્તારમાં પાણી ધુસી જતા અમુક વાહનો પણ પુરના પાણીમાં તણાયા હતા જયારે અમુક રીક્ષા સહિતના મોટા વાહનો પાણીમાં ગરકાવ થયા બાદ તણાઇને રોડના કાંઠે પડયા હતા.