સોસાયટીના રહિશો વિફર્યા:‘રોડ, ગટર, લાઇટ, પાણીની તકલીફ છે, કોઇ કામ કરતું નથી એટલે અમારી સોસાયટીમાં નેતાઓએ ઘૂસવું નહિં’

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના પ્રવેશદ્વાર પર જ બોર્ડ મારી દીધું
  • રાજકારણીઓ અને પ્રશાસન સામે રોષ ઠાલવ્યો
  • વરસાદી પાણીનો નિકાલ, સફાઇના નામે પણ મીડું
  • જામનગર-ખંભાળિયામાં બે અનાેખા વિરોધ
  • નેતાઓને પ્રવેશબંધી અને ખાડાપૂજન

જામનગરની વેલનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય રોષે ભરાયેલા રહેવાસીઓએ સોસાયટીના પ્રવેશદ્વાર પર રાજકીય પક્ષને પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ મારતા શહેરભરમાં ચકચાર જાગી છે. સોસાયટીમાં રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીનો નિકાલ, સફાઇના નામે શૂન્યવકાશની સ્થિતિ પ્રર્વતી રહી હોય રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

આરોગ્ય સહીતની સુવિધા ન હોવાથી રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
શહેરની વેલનાથ સોસાયટીના રહેવાસીઓએ શનિવારે સોસાયટીના પ્રવેશદ્વાર પર સોસાયટી વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષોએ પગ મૂકવો નહીં અને મત માગવા આવવું નહીં તેવું બોર્ડ લગાવતા શહેરભરમાં ચકચાર મચી ગઇ છે. રહેવાસીઓએ લગાવેલા બોર્ડમાં વધુમાં જણાવ્યું છે કે, મનપાના વોર્ડ નં.11 માં હાપામાં આવેલી વેલનાથ સોસાયટીના તમામ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ, સફાઇ, પીવાનું પાણી, આરોગ્ય સહીતની સુવિધા ન હોવાથી રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમ છતાં ચૂંટાયેલા એકપણ નગરસેવક કે મનપાના અધિકારીઓ દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રસ્ત વેલનાથ સોસાયટીના રહેવાસીઓએ રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા શહેરભરમાં આ મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...