ખાનાખરાબી:રાવલ, ચંદ્રાવાડા, પોરબંદરનો માર્ગ ખુલ્લો કરાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્તુ-2 ડેમના પાટીયા ખોલાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા’તા
  • ડેમના પાંચ દરવાજા અઢી ફુટ ખોલી નંખાયા હતા, વહીવટી તંત્ર રાતભર રહ્યુંુ ખડેપગે

ભાણવડ પંથકનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો જેના કારણે અઢી ફૂટ જેટલા પાચ દરવાજા ખુલ્લા મુકાયા હતા.જેના કારણે રાવલ ગામના અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.જયારે રાવલ, ચંદ્રાવાડા-પોરબંદર માર્ગ પણ મંગળવારે મોડી સાંજથી બંધ રહયા બાદ બુધવારે સાંજે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગત વર્ષ વર્તું 2 ડેમ ઓવરફ્લો થતાં રાવલ ગામ માં પાણી ઘરો માં ગુસી ગયા હતાં અને ગામ બેટમાં ફેરવાયું હતું ત્યારે આ વખતે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર અગમચેતી રૂપે એલર્ટ થયું હતું.

ખંભાળિયા અને ભાણવડ સહિતના પંથકમાં ભારે વરસાદને કારણે ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે.ભાણવડ પંથકનો વર્તુ 2 ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં પાંચ દરવાજા અઢી ફૂટ ખુલ્લા કરાયા હતા જેને કારણે રાવલ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હત અને રાવલ ગામમા પાણી ફરી વળ્યાં હતા. વર્તુ નદી માં ધસમસતુ પુર આવ્યુ હતુ. વર્તુ2 ,સોરઠી, અને સાનીનું પાણી રાવલમાં ફરી વળતા રાવલ ચન્દ્રાવાળા થી પોરબંદરનો રાજ માર્ગ પુરને કારણે બંધ થઈ જવા પામ્યો હતો.

તંત્ર દ્વારા તાકિદે કાર્યવાહી હાથ ધરી બુધવારે સાંજે રસ્તો ખુલ્લો કરાયો હતો આ પરિસ્થિતિને ધ્યાન રાખીવહિવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટિમ સ્ટેન્ડબાય રખાય હતી તેમજ જિલ્લા કલેક્ટર એમ. ઍ પંડ્યા, પ્રાંત અધિકારી ભેટારીયા, ડીવાય એસપી હિતેન્દ્ર ચૌધરી,મામલદાર સહિતના અધિકારીઓ રાવલ સહિત નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાત્રી સુધી ખડેપગે રહ્યા હતા પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે ગામમાં વરસાદી પાણી ભરાયાની સ્થિતિ થઈ ના હતી માત્ર કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જ પાણી ભરાયા હતા.હાલ કોઈ મોટી નુકસાની ન થયા ના એહવાલ મળી રહ્યા છે જેને કારણે તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે

અન્ય સમાચારો પણ છે...